(ટુડે,નેશનલ ડેસ્ક)
અત્યાર સુધી તમે કરોડપતિની કહાણીઓ સાંભળી છે, પરંતુ હવે વાંદરાઓની કહાણી સાંભળો જે કરોડપતિ બની ગયાં છે.આ વાંદરા પાસે 33 એકડ જમીનનો માલિક છે.આ મહારાષ્ટ્રના લેન્ડ રેકર્ડના દસ્તાવેજી પુરાવા થી સાબિત થયું છે.
તમે તમારા જીવનમાં ઘણા કરોડપતિ માણસો જોયા હશે, પરંતુ આજે અમે તમને કરોડપતિ વાંદરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આટલું જ નહીં તે જ્યાં રહે છે તે ગામના લોકો તેને ભેટ આપે છે. તેમને ખાવા માટે સારી વસ્તુઓ આપે છે. અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા માકડકા ઉપલા ગામની. આ ગામ ધારાશિવ શહેરથી 10 કિમી દૂર છે. આ ગામનો પોતાનો ઇતિહાસ છે.
પ્રાચીન કાળથી આ ગામમાં વાંદરાઓની સંખ્યા ઘણી વધારે હતી, તેથી આ ગામનું નામ “બંદર માકડ કા ઉપલા” છે અને આ ગામના તમામ વાંદરાઓના નામે 33 એકર જમીન છે.અને ત્યાં હાલ બે માળનું ઘર પણ છે. ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન વાંદરાઓના નામ પર કેવી રીતે થઈ?એ ખૂબ જૂનો ઈતિહાસ છે.જોકે આ જમીન વાંદરાઓના નામે કેવી રીતે થઈ તેનો કોઈને ખ્યાલ નથી.
ગ્રામજનોનું માનવું છે કે જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન ઉપલા ગામમાં આવ્યા ત્યારે તેમની સાથે એક વાંદરો પણ આવ્યો હતો અને તે વાંદરો લાંબા સમય સુધી અહીં રહ્યો હતો. ઉપલા ગામમાં, લોકો ભગવાન રામના મિત્ર એવા વાંદરાઓને વિશેષ આદર આપે છે.અને જ્યારે તેઓ તેમના ઘરના દરવાજે આવે છે.ત્યારે તેમને ખવડાવે છે. કેટલીકવાર લગ્નની વિધિ શરૂ કરતા પહેલા વાંદરાઓનું પણ સન્માન કરવામાં આવે છે.
હાલ ગ્રામજનોએ વાંદરાઓની જમીન પર ફળના વૃક્ષો વાવ્યા
ઉપલા ગ્રામ પંચાયતના લેન્ડ રજીસ્ટર મુજબ, મહારાષ્ટ્ર સરકાર પાસે સાતબારા ઉતારામાં “સમસ્ત મકડ પંચ”ના નામે 13 હેક્ટર 26 આર એટલે કે 33 એકર જમીન છે. ગામના સરપંચ સુહાસ ખોગરેએ જણાવ્યું હતું કે, દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જમીન વાંદરાઓની છે પરંતુ પ્રાણીઓ માટે આ જોગવાઈ કોણે અને ક્યારે કરી તે જાણી શકાયું નથી. અમે આ જગ્યાએ ફળોના વૃક્ષો વાવવાના છીએ.જેની ઉપજ થી આ વાંદરાઓ ને ભોજન અને આશ્રય પણ મળે છે.જે વાંદરાઓને આશ્રય આપશે અને ઉપયોગી થશે. ગામમાં હાલ 100 જેટલા વાંદરાઓ છે.
આ ગામના વાંદરાઓને લગ્ન પ્રસંગે મળે છે ભેટ
અગાઉ જ્યારે પણ ગામમાં લગ્ન હોય ત્યારે પહેલા વાંદરાઓને ભેટ આપવામાં આવતી હતી અને ત્યાર બાદ જ લગ્નની વિધિ શરૂ થાય છે, પરંતુ હવે દરેક વ્યક્તિ આ પરંપરાને અનુસરતા નથી. મકડ ઉપલા નામનું આ ગામ વાંદરાઓના નામે રાખવામાં આવેલી જમીનના કારણે ચર્ચામાં છે.