ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત લોન વૃદ્ધિને કારણે ત્રણ જાહેર ક્ષેત્રની બેંકોના ચોખ્ખા નફામાં વધારો થયો છે. વધુ સારી જોગવાઈઓને કારણે આ બેંકોની એનપીએ પણ ઘટી છે. જોકે, યુકો બેંકના નફામાં 23 ટકાનો ઘટાડો થયો છે.
કેનેરા બેંક
ત્રીજા ક્વાર્ટરમાં સરકારી બેન્કનો ચોખ્ખો નફો 29 ટકા વધીને રૂ. 3,656 કરોડ થયો છે. કુલ આવક રૂ. 26,218 કરોડથી વધીને રૂ. 32,334 કરોડ થઈ છે. વ્યાજની ચોખ્ખી આવક 9.5 ટકા વધીને રૂ. 9,417 કરોડ થઈ છે. ગ્રોસ એનપીએ 5.89 ટકાથી ઘટીને 4.39 ટકા.
ઈન્ડિયન બેંક
ચોખ્ખો નફો 52 ટકા વધીને રૂ. 2,119 કરોડ થયો છે. કુલ આવક રૂ. 13,551 કરોડથી વધીને રૂ. 16,099 કરોડ થઈ છે. ગ્રોસ એનપીએ 6.53 ટકાથી ઘટીને 4.47 ટકા.
iob
ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)નો ચોખ્ખો નફો 30 ટકા વધીને રૂ. 723 કરોડ થયો છે. વ્યાજની આવક રૂ. 6,176 કરોડે પહોંચી છે. ગ્રોસ એનપીએ 8.19 ટકાથી ઘટીને 3.90 ટકા.
યુકો બેંકઃ નફામાં 23 ટકાનો ઘટાડો
બેંકનો ચોખ્ખો નફો 23 ટકા ઘટીને રૂ. 503 કરોડ થયો છે. જોકે, કુલ આવક રૂ. 5,451 કરોડથી વધીને રૂ. 6,413 કરોડ થઈ છે. ગ્રોસ એનપીએ 5.63 ટકાથી ઘટીને 3.85 ટકા.
IOC, રૂ. 8,063 કરોડનો નફો
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ રૂ. 8,063 કરોડનો નફો કર્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે માત્ર રૂ. 448 કરોડ હતો. છેલ્લા બે વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થવાને કારણે નફામાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સસ્તા ક્રૂડ ઓઈલને કારણે કંપનીના માર્જિનમાં વધારો થયો છે.