ભારતીય વંશનાં અમેરિકન રાજકારણ નિક્કી હેલીએ બુધવારે કહ્યું કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને જ મત આપવાનાં છે. તેઓે વધુમાં કહ્યું હતું કે ટ્રમ્પ કૈં સર્વગુણ સંપન્ન તો નથી જ, તેઓ મારી નીતિઓ સાથે પણ સંમત નથી, પરંતુ જો બાયડેન તો એક આફત સમાન છે.
પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી ગયા પછી વોંશિગ્ટન (ડી.સી.) સ્થિત હડસન ઇન્સ્ટીટયુટમાં આવેલાં તેઓનાં પહેલાં જ પ્રવચનમાં (સ્પર્ધામાંથી ખસી ગયા પછીનાં પહેલાં જ પ્રવચનમાં) તેઓએ કહ્યું હતું કે ટ્રમ્પ કેટલિક નીતિઓ અંગે પૂર્ણત: સ્પષ્ટ નથી જ, તેમ તો મેં વારંવાર કહ્યું છે, પરંતુ બાયડેન તો એક આફત સમાન છે. તેથી જ હું ટ્રમ્પને મત આપવાની છું જે મેં પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જતી વખતે કહ્યું હતું. તેમ જ જે મતદારોએ મને મત આપ્યા હતા, તેઓને પણ ટ્રમ્પને મત આપવા કહું છું.
નિક્કી હેલી અત્યારે રૂઢીવાદી હડસન ઇન્સ્ટીટયુટમાં હેડ તરીકે છે. પહેલાં રાજ્યશાસ્ત્રી વોલ્ટર પી.સ્ટર્ન તે પદ ઉપર હતા.
અમેરિકાની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી રીપબ્લિકન પાર્ટીમાં જે સભ્યો પાર્ટીની વિચારધારાથી જુદા પડી રહ્યા છે તેમને પણ હેલીએ ટોણા માર્યા હતા.
હેલીનું મુખ્ય આક્રમણ તો પ્રમુખ જો. બાયડેનની વિદેશ નીતિ ઉપર હતું, સાથે બાયડેનની નીતિ તરફ ઝુકાવ રાખનારાઓને પણ તેઓએ ખરા ખંખેર્યા હતા. તેઓએ કહ્યું કે આપણામાના ઘણા તેમજ અન્ય પક્ષોમાં પણ ઘણાએ આપણા સાથીઓને પડતા મુકવા માગે છે. આપણા શત્રુઓનું તુષ્ટીકરણ કરવા માગે છે અને માત્ર આપણા દેશના જ પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. પરંતુ વૈશ્વિક ઘટનાઓએ અમેરિકાને ગંભીર ભયમાં મુકી દીધું છે, અને તે ભય દિવસે દિવસે વધતો જાય છે.
નિક્કી હેલીનાં આ વક્તવ્યનો તુર્ત જ જવાબ આપતાં ડેમોક્રેટર્સ કહ્યું હતું કે તે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (જીઓપી)ના પણ કેટલાએ મતદારો વિભાજન હિંસા અને અંધાધૂંધીનાં મૂર્ત સ્વરૂપ ડોનાલ્ડ ટ્રમ્પને નાપસંદ કરે છે.
તેઓની આ ટીકાઓને એક તરફ જ ફગાવી દેતો નિક્કી હેલી હવે ખરેખર મેદાનમાં આવી ગયાં હતાં. તેઓે કહ્યું ઇઝરાયલને ટેકો ન આપવો તે નરી મૂર્ખતા છે. તેથી તો ત્રાસવાદીઓ જોરમાં આવી જશે અને બીજાં સ્થળોએ હુમલા કરતા રહેશે.
અફઘાનિસ્તાનમાંથી ૨૦૨૧માં અમેરિકા ખસી ગયું તેનાં પરિણામો પ્રત્યે આ ભારતીય વંશના રાજકારણીએ ધ્યાન દોરતાં કહ્યું હતું કે તે ઘટના ઇરાન અને રશિયાને મજબૂત કરવા માટેનાં માધ્યમ સમાન બની રહી. બાયડેનનની વિરાસત આથી ખુલ્લી પડી ગઇ છે. ઇતિહાસમાં તેઓ એવા સર સેનાપતિ તરીકે અંકાઈ જશે કે જે સેનાપતિ તેના શત્રુઓને જ આગળ વધતા અટકાવતો નથી. તેઓ વધુમાં કહ્યું ઇઝરાયલને સહાય ન કરવાથી આપણા સાથીઓને પણ આપણા ઉપર વિશ્વાસ નહીં રહે.