Today Gujarati News (Desk)
લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad)ની રેગ્યુલર જામીન અરજી પર આજે સુનાવણી થઇ છે. દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટની સેશન કોર્ટમાં જામીન અરજી ફરી નામંજૂર થઇ છે. જેથી હવે દેવાયત ખવડની શિવરાત્રિ પણ જેલમાં જ જશે. ખવડની જામીન અરજી ફરી ફગાવવામાં આવી છે. મારામારી કેસમાં દેવાયત ખવડે કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી. ખવડ 50 દિવસ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે.
આ પહેલા પણ દેવાયત ખવડના વચગાળાના જામીન સેશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. એ સમયે દેવાયત ખવડના વકીલ દ્વારા વચગાળાના 20 દિવસ માટેના જામીન મળે તે માટેની અરજી કરી હતી એ સમયે કારણ દર્શાવવામાં આવ્યું હતું કે, દેવાયત ખવડએ લોકસાહિત્યકાર છે.
અગાઉ તેમણે અલગ-અલગ કાર્યક્રમોની ફી લઈ લીધી છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી જેલમાં હોવાના કારણે હવેથી પરત આપી શકે તેવી આર્થિક સ્થિતિ નથી, તો તેમના આર્થિક ઉપાર્જન માટે કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવે. જોકે, કોર્ટે એ સમયે આ જામીન અરજી ફગાવી દીધી હતી.