Vastu Tips: સીડીઓની દિશાની સાથે એ પણ જરૂરી છે કે જ્યાં સીડીઓ હોય ત્યાં કઇ વસ્તુ હોવી જોઇએ અને કઇ નહીં. તેથી સીડી જ્યારે પણ બનાવવાની શરૂઆત કરો ત્યારે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ બનાવવી જોઇએ. ઘરમાં ઘણી વાર અશાંતિ, પરિવારની પ્રગતિ ન થવી સાથે જ માનસિક અવસાદ, તણાવ અને આત્મવિશ્વાસની કમીનું કારણ સીડીની ખોટી દિશા પણ હોય શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સીડીની દિશા ખોટી હોય તો ઘણીવાર એ ઘરની શુભ વસ્તુ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અહીં જાણીએ કેવી રીતે અને કઇ દિશામાં સીડીઓ રાખવી જોઇએ.
1) સીડીઓ નીચે ક્યારેય સિલિન્ડર, બુટ-ચંપલ અથવા કબાડ ન રાખવું.
2) સીડીઓ નીચે ક્યારેય પૂજાઘર, બાથરૂમનું નિર્માણ ન કરવું.
3) સીડી પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવી શુભ માનવામાં આવે છે. આ સૌથી ઉત્તમ દિશા છે.
4) આ ઉપરાંત સીડીઓ માટે દક્ષિણ-પશ્ચિમની જમણી બાજુ બનાવી શકાય છે.
5) દિશા સાથે સીડીઓની દેખરેખ પણ જરૂરી છે. જો તુટી-ફૂટી સીડીઓ હશે તો એ જીવનમાં ઉતાર-ચઢાવ બનાવી રાખશે.
6) સીડીઓને જો આપ ગોળ બનાવી રહ્યા છો તો યાદ રાખવું કે સીડીનો વળાંક હમેંશા પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ, પશ્ચિમથી ઉત્તર અથવા ઉત્તરથી પૂર્વ તરફ હોવી જોઇેએ.
7) સીડીઓ હંમેશા ડાબાથી જમણી બાજુ જ વળતી હોવી જોઇએ.
8) જો સીડીઓ ખોટી દિશામાં બની જ ગઇ છે તો તોડ-ફોડ કર્યા વિના આપ યોગ્ય કરી શકો છો. એ માટે સીડીઓ સામે મોટો અરિસો લગાવી દો.
9) જો ઘરમાં પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહેલી સીડીની સંખ્યા હંમેશા વિષમ રાખવી. એટલે કે 3, 5, 7, 9, વગેરે. આ મકાનની મુખ્ય વ્યક્તિને વિકાસ અને લોકપ્રિયતા તરફ આગળ વધારશે.
10) સીડીઓ પર પ્રકાશની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ. અંધકારમાં બનેલી સીડીઓ ખર્ચ વધારવાની હોય છે.
11) ઘરના મધ્યભાગમાં બ્રહ્મસ્થાન હોય છે તેથી અહીં સીડી ન બનાવવી. એ ધનની અછત અને માનસિક તણાવ વધારે છે. ક્યારેય મુખ્ય દરવાજાની સામે સીડી ન બનાવવી જોઇએ. એ આર્થિક વિકાસ રોકે છે.