ઘરની અંદર કેટલાક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઇ શકે છે. એમાંથી એક મની પ્લાન્ટ હોય છે, જેને રાખવાથી સુખ સર્મુધ્ધી આવે છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવે છે સાથે જ પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે. એનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ શકે છે. ખાસ વાત એ છે કે આ છોડની વધુ દેખરેખ રાખવાની જરૂરત નથી. આને તમે કોઈ પણ ફ્લાવર પોટ કે બોટલમાં રાખી શકો છો.
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવામાં મદદ કરે છે અને આર્થિક સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ છોડને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કે મની પ્લાન્ટ રાખવાથી ફાયદો તમને ત્યારે જ મળશે જયારે તમે એને યોગ્ય દિશામાં રાખશો. ખોટી દિશામાં મની પ્લાન્ટ રાખવાથી મુશ્કેલીઓ વધી શકે છે. જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે મની પ્લાન્ટ કઈ દિશામાં રાખવું શુભ છે અને કઈ દિશામાં રાખવું અશુભ.