Astrology News: મૃત્યુ એક અટલ સત્ય છે, આ કોઈ પણ ટાળી શકતું નથી. મૃત્યુનું નામ સાંભળીને બધા લોકો ભયથી કાંપવા લાગે છે. જો તમને કોઈ પણ પૂછી લે તો કે તમને કઈ વસ્તુથી સૌથી વધુ ડર લાગે છે તો સૌથી વધુ જવાબ હશે મૃત્યુ. તમે વિચારી રહ્યા હશો કે આખરે આપણે મૃત્યુના નામથી ડરીએ શા માટે છે. ખરેખર, એક સમયે બધાનું મૃત્યુ થવાનું જ છે, મૃત્યુ કોઈને કહીને નથી આવતું.
માનવામાં આવે છે કર મૃત્યુ આવવાના થોડા સમયે પહેલા મનુષ્યની બોલતી બંધ થઇ જાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે એવું શા માટે છે? જો નહિ તો આજે આ ખબરમાં જાણીશું કે આવું શા માટે થાય છે.
મૃત્યુના થોડા સમય પહેલા દેખાય છે યમરાજ
ગરુડ પુરાણ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેના મૃત્યુના થોડા સમય પહેલા જ તે વ્યક્તિને યમરાજ દેખાવા લાગે છે. એવું માનવામાં આવે છે કે તે સમયે વ્યક્તિ યમરાજના ડરથી ધ્રૂજવા લાગે છે. જે બાદ તે બોલવાનું બંધ કરી દે છે. તે વ્યક્તિ યમરાજને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે યમરાજ તેને લેવા આવ્યા છે.
બીજી માન્યતા એવી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે યમરાજના બે દૂત મરનાર વ્યક્તિની સામે ઊભા હોય છે, જેને જોઈને વ્યક્તિ ગભરાઈ જાય છે અને ઈચ્છવા છતાં પણ મોં ખોલી શકતો નથી. એવું માનવામાં આવે છે કે તે સમયે વ્યક્તિ બોલવાની કોશિશ કરે છે, પરંતુ તેના ગળામાંથી અવાજ નીકળતો નથી, જેના કારણે તે કશું બોલી શકતો નથી.
ગરુડ પુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે, ત્યારે યમદૂતો તેના પર યમપાશ ફેંકીને તેનું જીવન ખેંચવા લાગે છે. એવું માનવામાં આવે છે કે તે સમયે વ્યક્તિના જીવનની તમામ ઘટનાઓ તેની આંખો સામે આવવા લાગે છે.