જો તમે પણ જીન્સ પહેરવાના શોખીન છો અને દિવસ દરમિયાન કલાકો સુધી જીન્સ પહેરો છો તો આ ખબર તમારા માટે ખૂબ જ કામની છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જીન્સ પહેરવાની આ આદત ઉનાળામાં તમને બીમાર કરી શકે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ટાઇટ જીન્સ પહેરવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે ઉનાળા દરમિયાન પરસેવો, ખંજવાળ, સ્કીન રેશેસ, ફંગલ ઇન્ફેક્શન જેવી તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેવામાં જો તમે ટાઇટ જીન્સ પહેરો છો તો તેની પણ આડઅસર શરીર પર થાય છે.
ટાઇટ જીન્સ પહેરવાથી તમને સ્ટાઇલિશ અને ફેશનેબલ લુક તો મળે છે પરંતુ ઉનાળા દરમિયાન ટાઈપ જીન્સ પહેરવું આરામદાયક નથી હોતું. તેમાં પણ જો તમે રોજ ટાઇટ જીન્સ પહેરો છો તો ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
ટાઇટ જીન્સ પહેરવાથી ગર્ભાશયમાં સંક્રમણ થઈ શકે છે. જેનાથી ગર્ભ ધારણમાં સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ગરમીમાં જીન્સ પહેરવાથી વજાઈનલ ઇન્ફેક્શન થઈ શકે છે. ટાઈપ કપડા પહેરવાથી બ્લડ સર્ક્યુલેશનને પણ અસર થાય છે.
ગરમીના સમયમાં વધારે ટાઇટ જીન્સ પહેરવાથી ત્વચા પર રેશિસ, બળતરા, સોજો વગેરે તકલીફો પણ જોવા મળે છે.