Assam: આસામ પોલીસ અને નાગાલેન્ડ પોલીસને એક મોટી સફળતા મળી છે. બંને રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની હેરાફેરી કરતા કિંગપીનની ધરપકડ કરી છે. ANI અનુસાર, તે ભારતમાં મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ હતો અને લાંબા સમયથી વોન્ટેડ હતો.
આસામ પોલીસ અને નાગાલેન્ડ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આસામના સોનિતપુર જિલ્લામાંથી તેની ધરપકડ કરી હતી. નાગાલેન્ડ પોલીસનું કહેવું છે કે તેના અન્ય બે સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેનો એક સહયોગી દીમાપુરનો છે અને બીજો ઈમ્ફાલનો છે.