ઘણીવાર લોકો રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે ક્યારેય રોટલી બનાવવા માટે નારિયેળના લોટનો ઉપયોગ કર્યો છે? હા, તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ઘઉંના લોટ કરતાં નારિયેળનો લોટ વધુ ફાયદાકારક છે.
નાળિયેરને સૂકવીને લોટ તૈયાર કરવામાં આવે છે. લોકો તેનો ઉપયોગ ખાસ કરીને પકવવા માટે કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરી શકો છો. આવો જાણીએ નારિયેળના લોટના ફાયદા.
વજન ઘટાડવામાં મદદરૂપ
નારિયેળના લોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી ભૂખ લાગતી નથી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
ઊર્જા મેળવો
નારિયેળના લોટમાં હેલ્ધી ફેટ જોવા મળે છે, જે તમને દિવસભર એનર્જી આપે છે.
આ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે.
બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ
ઘઉંના લોટની તુલનામાં નારિયેળના લોટમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે, એટલે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેને ખાવાથી બ્લડ સુગર લેવલ નથી વધતું.
સ્નાયુ વૃદ્ધિ અને શક્તિ
નારિયેળના લોટમાં પ્રોટીન પૂરતી માત્રામાં જોવા મળે છે, તે સ્નાયુઓને મજબૂત બનાવે છે.
ફ્રી રેડિકલ સામે રક્ષણ
નારિયેળના લોટમાં આયર્ન, કોપર અને મેંગેનીઝ મળી આવે છે જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે.