Today Gujarati News (Desk)
રાજ્યમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવે જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. સિંગતેલના ભાવમાં આજે પણ 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે. મહત્વનું છે કે, અત્યારે વરસાદની સિઝનમાં પણ લોકો દાળવડા-ભજીયા સહિતના ફરસાણના શોખીન હોય છે. જોકે ફરી એકવાર તેલના ભાવમાં વધારો થતાં લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
રાજ્યની જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. વરસતા વરસાદ વચ્ચે આજે સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે. તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.