63 વર્ષ પછી પહેલી વાર હૉલિવુડમાં હડલાથ છે. તે પણ બેવડી હડતાળ. પહેલા અહીં લેખકો ધરણાં પર ઉતર્યા હતો અને હવે કલાકારો પણ આમાં સામેલ થઈ ગયા છે. અત્યાર સુધી સુપરસ્ટાર સિલિયન મર્ફી, એમિલી બ્લન્ટ, ફ્લોરેન્સ પુઘ અન ઑસ્કર વિનર મેરિલ સ્ટ્રીપ તેનું સમર્થન કરી રહ્યા હતા. ત્યારે હવે આ યાદીમાં પ્રિયંકા ચોપરા જોનસનું નામ પણ ઉંમેરાઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને બતાવી દીધું છે કે, તે પણ પોતાના યુનિયન અને કલિગ્સની સાથે છે.
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
હૉલિવુડમાં અત્યારના સમયમાં સંકટના વાદળ છવાઈ ગયા છે. રાઈડર્સ ગિલ્ડ ફૉર અમેરિકા બાદ હવે સ્ક્રિન એક્ટર્સ ગિલ્ડ પણ આ હડતાળમાં સામેલ થઈ ગયું છે. સ્ક્રિન એક્ટર ગિલ્ડ લગભગ 1,60,000 કલાકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, હવે આ હડતાળની અસર પ્રોડક્શન હાઉસ પર પડી રહી છે.
પ્રિયંકા ચોપરા જોનસે શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે, Sag.Aftra સ્ટ્રોન્ગ. હું મારા યુનિયન અને કલિગ્સની સાથે ઊભી છું. સાથે જ તેણે હેશટેગમાં Sag Aftra Strong Sag Aftra Strike પણ મેન્સન કર્યું છે.
હૉલિવુડમાં શા માટે હડતાળ છે?
ઇન્ડસ્ટ્રીના લોકોની માગ ઓછા પગાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા જોખમને લઈને છે. તેઓ ઈચ્છે છે કે, AIના આવ્યા પછી તેમની નોકરી ઉપર કોઈ જોખમ ન રહે. એવું આશ્વાસન આપવામાં આવે. સાથે જ પગાર પણ સારો કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે ત્રીજી માગ ડિજિટલ રાઈટ્સ સાથે જોડાયેલી વસ્તુઓ અંગે છે. બીજી તરફ આ હડતાળની વ્યાપક અસર જોવા મળી રહી છે. કેટલાક ટીવી શૉના એપિસોડ ટેલિકાસ્ટ થવાના અટકી ગયા છે. જ્યારે પ્રોડક્શન્સ હાઉસમાં પણ તાળા વાગી ગયા છે. આવનારા સમયમાં તેની ગંભીર અસર જોવા મળી શકે છે.