જીવનમાં પ્રગતિ અને ઉન્નતિને યથાવત રાખવા માટે વાસ્તુ નિયમોનું પાલન જરૂરી છે. આ નિયમોની અવગણના કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. અમુક વાસ્તુ ઉપાયો દ્વારા પોતાના આર્થિક જીવનમાં સુધાર લાવી શકાય છે. જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટ અનુસાર આર્થિક સ્થિતિ સુધારવા માટે આ વાસ્તુ ઉપાય કરી શકાય છે.
ધન પ્રાપ્તિના સરળ વાસ્તુ ઉપાય
દરરોજ સવારે ઘરના બારી દરવાજા ખોલવા જોઈએ. જ્યારે સૂર્ય ઉગે છે તો તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે. જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. તેના ઉપરાંત, પ્રાકૃતિક રોશનીથી વાસ્તુ દોષ ઓછો થઈ જાય છે.
વાસ્તુમાં શંખ અને પિરામિડને ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર માનવામાં આવ્યો છે. શંખને પૂજા સ્થળ પર રાખવો જોઈએ. પિરામિડને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પુરી થઈ જાય છે.
વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વારની દેખરેખ સારી રીતે કરવી જોઈએ. પ્રવેશ દ્વારની દેખરેખ ઘરની સુરક્ષા, સાફ-સફાઈ અને સંતુલિત ઉર્જા માટે મહત્વપૂર્ણ છે.
જો ઘરના નળમાંથી પાણી ટપકે છે તો તેને તરત ઠીક કરાવી લો. જળને ધનનું રૂપ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર નળ કે ટાંકમાંથી બિનજરૂરી પાણી વહી જવું શુભ નથી માનવામાં આવતું.
ઘરની તિજોરીને દક્ષિણની દિવાલથી અડાવીને રાખો, જેથી તેનો દરવાજો ઉત્તરની તરફ ખુલે. તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યના કિરણો પૂર્વમાંથી આવે છે અને દક્ષિણની દિવાલને પ્રકાશિત કરે છે.
વાસ્તુમાં કનકધારા સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. કનકધારા સ્તોત્ર એટલે કે સ્વર્ણ કે ધનની વર્ષા કરવા માટે મંત્ર, આ સ્તોત્રનો પાઠ શુક્રવાર, પૂર્ણિમાના દિવસે, દિવાળી અને સંભવ હોય તો નિયમિત કરવો જોઈએ.
ઘરના મેઈન ગેટ પર તુલસીનો છોડ રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવાથઈ આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. તેના ઉપરાંત ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો યોગ્ય માનવામાં આવે છે.
જો તમારા ઘરમાં કાંટાવાળો, સુકાઈ ગયેલો કે દૂધ નિકળતો છોડ છે તો તેને હટાવી દો. વાસ્તુ શાસ્ત્રમાં તેને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. ત્યાં જ ક્રાસુલાના છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે.