Today Gujarati News (Desk)
ફ્રેન્ડશિપ ડે નજીક આવી રહ્યો છે અને આ વખતે કાફે અને રેસ્ટોરન્ટમાં
જવાને બદલે મિત્રો સાથે અમુક મજેદાર સ્થળોએ ફરવા જવાનો પ્લાન બનાવો.
ફ્રેન્ડશિપ ડેને યાદગાર બનાવવા માટે અમારા મુજબ ટ્રિપથી બેસ્ટ પ્લાનિંગ
બીજું કંઈ ન હોઈ શકે. આ બધું વાંચ્યા પછી જો તમારા મનમાં પણ મિત્રોની સાથે
ફરવા જવાની ઈચ્છા થઈ રહી છે, તો તમે આ સ્થળોએ ફરવા જઈને ફ્રેન્ડશિપ ડેને
યાદગાર બનાવી શકો છો. ચાલો જાણીએ કેટલાક બેસ્ટ સ્થળો વિશ…
ઋષિકેશ
યોગ
નગરી નામથી પ્રખ્યાત ઋષિકેશ પણ ફ્રેન્ડશીપ ડેના દિવસે ફરવા માટેનું એક
બેસ્ટ ડેસ્ટિનેશન છે. જો તમે દિલ્હીથી વધું દૂર નથી જવા માંગતા તો તમે અહીં
જઈ શકો છો. ઋષિકેશમાં મિત્રો સાથે રિવર રાફ્ટિંગ ઉપરાંત તમે ટ્રેકિંગ અને
હાઇકિંગની પણ મજા માણી શકો છો. ઋષિકેશમાં ઋષિકુંડ, બીટલ્સ આશ્રમ, ત્રિવેણી
ઘાટ અને લક્ષ્મણ ઝુલા જેવા સ્થળોને એક્સપ્લોર કરી શકો છો.
ગોવા
મિત્રો સાથે દેશના કેટલાક બેસ્ટ સ્થળે ફરવા
જવાની વાત આવે, ત્યારે સૌથી પહેલા ગોવાનું જ નામ જ લેવામાં આવે છે. તે એક
એવું સ્થળ છે જ્યાં ફ્રેન્ડશીપ ડેના દિવસે લાખો લોકો ફરવા માટે પહોંચે છે.
ગોવાની નાઇટલાઇફ અને બીચ કંઈક એવા પ્રખ્યાત છે કે ત્યાં વિદેશી પર્યટકો પણ
ફરવા માટે પહોંચે છે. ગોવામાં તમે બાગા બીચ, પાલોલેમ બીચ, દૂધસાગર વોટરફોલ,
અંજુના બીચ અને ચોરાઓ દ્વીપ જેવા સુંદર સ્થળોએ મિત્રો સાથે ફરવા જઈ શકો
છો.
રાયગઢ
મહારાષ્ટ્રમાં ફરવા માટે એકથી એક
ચઢીયાતા સ્થળો આવેલા છે, પરંતુ જો તમે ફ્રેન્ડશિપના ખાસ દિવસે ભરપૂર આનંદ
માણવા માંગો છો, તો પછી તમારે રાયગઢ જવું જોઈએ. સહ્યાદ્રી પર્વતમાળામાં
આવેલ રાયગઢ તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સુંદર પહાડો, ચારેબાજુ
હરિયાળી અને ઘાસના મેદાનો આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે
છે. તેથી જ રાયગઢને મહારાષ્ટ્રનો છુપાયેલો ખજાનો માનવામાં આવે છે. અહીં તમે
મધે ઘાટ વોટરફોલ, દિવેઆગર બીચ અને ટકમક ટોક જેવા બેસ્ટ સ્થળોની મુલાકાત લઈ
શકો છો.
એબોટ માઉન્ટ
મસૂરી, અલમોડા કે
નૈનીતાલ તમે મિત્રો સાથે એકવાર નહીં, પરંતુ ઘણી વખત ફરવા માટે અને
મોજ-મસ્તી માટે ગયા હશો, પરંતુ જો તમે ફ્રેન્ડશિપ ડે પર ઉત્તરાખંડની અસલી
સુંદરતા જોવા માંગો છો, તો તમારે એબોટ માઉન્ટ પહોંચવું જોઈએ. ઉત્તરાખંડના
ચંપાવત જિલ્લામાં આવેલું એબોટ માઉન્ટ હસીન વાદીઓની સાથે-સાથે મનોહર દૃશ્યો
માટે ફેમસ સ્થળ માનવામાં આવે છે. ઉત્તરાખંડની સૌથી લાંબી, સૌથી ઊંચી અને
પહોળી પર્વતમાળાઓમાં સ્થિત એબોટ માઉન્ટ ખૂબ જ ખાસ લાગે છે. અહીંથી તમે
ત્રિશુલ, મૈકટ્રોલી, નંદકોટ, નંદઘોંટી અને નંદદેવીના શિખરોની સુંદરતા પણ
જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે એબોટ માઉન્ટ નૈનીતાલથી 152 કિલોમીટરના અંતરે
આવેલું છે.