વૈદિક કેલેન્ડર મુજબ, રામ નવમી 17 એપ્રિલ, 2024 બુધવારના રોજ છે. જ્યોતિષીઓનું માનવું છે કે, આ વખતે નવરાત્રિમાં અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આવો સંયોગ શ્રીરામજીના જન્મ સમયે થયો હતો. વૈદિક જ્યોતિષ અનુસાર રામ નવમીના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સંયોગથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે તે જાણીએ.
કઈ રાશિ માટે આ યોગ શુભ રહેશે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, કર્ક અને તુલા રાશિવાળા લોકોને રામ નવમીના દિવસે લાભ મળશે. આ રાશિના લોકો પર ભગવાન શ્રીરામની કૃપા બની રહેશે. નોકરીની સારી તકો મળી શકે છે. વેપારમાં ઘણો વધારો થઇ શકે છે. તેમજ આત્મવિશ્વાસ પણ વધશે. આવકના નવા-નવા સ્ત્રોત બનશે.
કર્ક લગ્ન
જ્યોતિષના મતે રામ નવમીના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આ દિવસે કર્ક રાશિ રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રીરામજીનો જન્મ પણ કર્ક રાશિમાં થયો હતો.
સૂર્યની સ્થિતિ
જ્યોતિષીઓ અનુસાર રામ નવમીના દિવસે સૂર્ય ભગવાન તેમની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં હાજર રહેશે. ઉપરાંત, તે બપોરે દસમા ભાવમા હાજર રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે રામજીનો જન્મ થયો ત્યારે સૂર્ય ભગવાન મેષ અને દસમા ભાવમાં હાજર હતા.
ગજકેસરી રાજયોગ
જ્યોતિષીઓ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામજીનો જન્મ થયો ત્યારે તેમની કુંડળીમાં ગજકેસરી રાજયોગ હતો. જે લોકોની કુંડળીમાં ગજકેસરી રાજયોગ હોય છે તેઓ ગજ જેવી શક્તિ અને ધનની પ્રાપ્તિ કરે છે. આ વર્ષે આવો જ એક ગજકેસરી રાજયોગ રચવામાં આવી રહ્યો છે.