Today Gujarati News (Desk)
સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ બુધવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,900 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,270 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 43,430 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 66,500 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 67,000 રૂપિયા છે. સોના કરતા ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. પરંતુ આજે ચાંદીના ભાવમાં અંશતઃ બદલાવ નોંધાયો નથી.
ત્યારે ગઈકાલે મંગળવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,920 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,290 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 43,440 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 68,000 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 67,500 રૂપિયા હતો. સોના કરતા ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
સોનાના ભાવ રાતોરાત વધવા – ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ – પાથલ , સટ્ટાખોરી , ફુગાવો – મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ પી.એન.ગાડગીલ અર્જુન ઓડે દર્શાવ્યું છે.