પીસી અને લેપટોપ યુઝર્સ માટે સરકારે ચેતવણી જારી કરી છે. જો તમે વિન્ડોઝ 10, વિન્ડોઝ 11 અથવા માઈક્રોસોફ્ટ ઓફિસનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તરત જ સતર્ક થવાની જરૂર છે. CERT-In એ યુઝર્સને એલર્ટ જારી કરીને કહ્યું છે કે, Microsoft Windows પ્રોડક્ટ્સ ઉપર સિક્યોરિટી બાયપાસ એટલે કે એક પ્રકારનું હેકિંગનું જોખમ છે. યુઝર્સના લેપટોપ અથવા પીસીને હેકર્સ સરળતાથી કંટ્રોલ કરી શકે છે. CERT-In એ આ ખતરાને ખૂબ જ ગંભીર એટલે કે ક્રિટિકલ કેટેગરીમાં રાખ્યો છે.
CERT-In અનુસાર, માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં આવેલા આ ભયનું કારણ પ્રોક્સી ડ્રાઇવરની અંદર ખોટા એક્સેસ રિસ્ટ્રિક્શન અને MoW (માર્ક ઓફ ધ વેબ)નો યોગ્ય રીતે ઉપયોગ ન કરવાનું છે. એવું કહેવાય છે કે, ટાર્ગેટ કરેલી સિસ્ટમમાં સ્માર્ટસ્ક્રીન સિક્યોરિટી ફીચર પ્રોટેક્શન સિસ્ટમ માર્ક ઓફ ધ વેબ ફીચરને બાયપાસ કરીને માલવેર ઇન્સ્ટોલ કરે છે. માલવેર ઇન્સ્ટોલ કરવા માટે હેકર્સ યુઝર્સને ખાસ પ્રકારની રિક્વેસ્ટ સેન્ડ કરે છે.
આ ઉત્પાદનો પર જોખમ
CERT-In અનુસાર, માઇક્રોસોફ્ટ પ્રોડક્ટ્સ જે હેકિંગનું જોખમ ધરાવે છે તેમાં Windows, Office, Developer Tools, Azure, Browser, System Center, Microsoft Dynamics અને Exchange Serverનો સમાવેશ થાય છે. સિક્યોરિટી એજન્સીએ યુઝર્સને કંપનીની અપડેટ માર્ગદર્શિકામાં બતાવેલ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ કરવા કહ્યું છે. જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં પણ CERT-In એ Windows 10 અને 11 ના યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી હતી. આ ખતરો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ કર્નલ (Microsoft Windows Kernel ) સાથે જોડાયેલી હતી. તેના દ્વારા હેકર્સ યુઝર્સની સિસ્ટમને નિશાન બનાવી રહ્યા હતા.