Today Gujarati News (Desk)
દક્ષિણ ગુજરાત પર ફરી એકવાર ચોમાસું મહેરબાન થવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં સક્રિય રહેલા સાયક્લોન સરક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાત પર પણ પડશે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે પવનની ઝડપ પણ વધવાની શક્યતા છે. અમદાવાદમાં ઝરમર ઝરમર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 92 ટકા વરસાદ થયો છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશન સર્જાયું છે
ફરી એકવાર હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, આગામી 4 અને 5 દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં હોવાથી ગુજરાત પ્રદેશમાં 4-5 ઓગસ્ટે ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
સાબરકાંઠાનો ધરોઈ ડેમ 87.61 ટકા ભરાયો છે.
92% વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 92 ટકા વરસાદ થયો છે. 4 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. 4 અને 5 ઓગસ્ટે પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.
અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ
ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત પ્રદેશમાં સરક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 3 અને 4 ઓગસ્ટે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને પણ દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા વધુ નથી.