Today Gujarati News (Desk)
ગુજરાતમાં અત્યાર સુધી 17 ઇંચ સાથે મોસમનો સરેરાશ 50 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સારા વરસાદને પગલે ગુજરાતના 207 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ વધીને 50.37 ટકા થઇ ગયો છે.
ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયા છે જ્યારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ, 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધારવડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી-ઉબેન-હસનપુર-હિરણ-1- મોટા ગુજેરીયા, રાજકોટનું વેરિ-લાલપરી-મોજ-સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ, કચ્છનું બેરાછીયા, જામનગરનું વઘાડિયા-સપાડા-પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. રાજ્યમાં 100 ટકા એટલે કે આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ-સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-રાજકોટ-પોરબંદર-જુનાગઢ- અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવમાં જ્યારે બુધવારે સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ સિવાય અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878