Today Gujarati News (Desk)
ગત સપ્તાહ દરમિયાન સુરત એરપોર્ટ પરથી 44 કિલો ગોલ્ડ સાથે 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન 3 કેરિયર અને એક ઈમિગ્રેશન અધિકારીની આમા સંડોવણી હોવાની માહિતી બહાર આવી હતી. જોતજોતામાં તેમની DRIએ પૂછ પરછ કરી હતી જેમાં સુરત એરપોર્ટ પરથી આ સોનું અન્ય શહેરોમાં મોકલવાનું પ્લાનિંગ હોવાની વાત સામે આવી હતી. એટલું જ નહીં આ સોનું મંગાવનારો કોણ છે એની તપાસ અત્યારે DRIની ટીમ કરી રહી છે. જોકે હવે આ સ્મગલિંગ રેકેટમાં અંતિમ કડી સુધી પહોંચી કાઠુ પડી ગયું છે. કારણ કે મુખ્ય સુત્રધારે વચ્ચે એજન્ટો રાખ્યા છે અને લેયર બાય લેયર કામ કરાવ્યું છે.
મુખ્ય સુત્રધારે રમી મોટી ગેમ
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટ પર 44 કિલો સોનુ મળ્યા બાદ DRIએ દુબઈ સુધી આ કેરિયર જે હતા તે લોકોનું કનેક્શન શોધી કાઢ્યું છે. પણ હવે સૌથી મોટી મુશ્કેલી જ એ છે કે એરપોર્ટ પરથી સોનું તે લોકો 2 શહેરોમાં મોકલવાના હતા, પરંતુ એ કોને અને કયા શહેરો હતા એની માહિતી આ કેરિયર પાસે નથી. DRIએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ કેરિયરે બાથરૂમમાં સોનુ આપી ઈમિગ્રેશન ઓફિસરને જાણ કરવાની હતી. હવે વધારે માહિતી તેમને એટલી જ હતી કે ત્યાંથી સુરક્ષિત બહાર નીકળ્યા પછી એક વ્યક્તિ તેમને સોનું ક્યાં પહોંચાડવું એનું લોકેશન આપશે.
DRIને દુબઈ કનેક્શન શોધવામાં પરસેવા છૂટી જશે!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક બાજુ એજન્ટ દુબઈથી હોવાથી તે તૂટક તૂટક માહિતી જ કેરિયરને આપતો હતો. તેને આ આખી ગેમ જે છે એને લેયર પ્રમાણે ડિવાઈડ કરી દીધી હતી. એટલે કે પહેલા સોનું એક સ્થળેથી તેમને મળશે. ત્યારપછી તેમને સુરત એરપોર્ટ સુધી જવાનું અને આ કરોડો રૂપિયાનું સોનું એક ઈમિગ્રેશન અધિકારીને સોંપી દેવાનું રહેશે. હવે ત્યારપછી આ લેયર પાસ થાય અને તેઓ બહાર નીકળે એટલે જ ત્રીજો સ્ટેપ શું હશે એની માહિતી મળવાની હતી. જેથી કરીને જો વચ્ચે તેઓ પકડાઈ જાય તો મુખ્ય સુત્રધાર સુધી કોઈપણ સર્ચ ટીમ પહોંચી ન શકે.
2 શહેરોમાં ગોલ્ડ સ્મગલિંગ થવાનું હતું પરંતુ..
જોકે DRIએ આ 3 કેરિયરને એરપોર્ટ બહાર જાય એ પહેલાં જ પકડી પાડ્યા હતા. જોતજોતામાં તેમને દુબઈથી કોણ માહિતી આપતું હતું એની જાણ નહોતી. હવે અધિકારીઓએ દાણચોરીના કેસોમાં ગોલ્ડ મોકલનાર, એજન્ટ, કેરિયર, ગોલ્ડ મંગાવનારો એજન્ટના ત્રણ લેયર હોય છે એવી માહિતી મેળવી લીધી છે. એટલે કે હજુ સુધી સુરત એરપોર્ટ પર જે ગોલ્ડ પકડાયું એનું પહેલું લેયર જ DRIએ તોડ્યું છે. અગાઉ ઉપરના જે 2 લેયર હતા એમાં કોની સંડોવણી છે તથા કોની શોધખોળ કરવાની છે એ અંગે સસ્પેન્સ યથાવત છે. જોકે હવે સીસીટીવી ફૂટેજના આધારે DRIએ વધારે તપાસ કરવાનું શરૂ કરી દીધું છે.