Today Gujarati News (Desk)
અમદાવાદઃ રાજ્યમાં હવામાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, શનિવારે રાજ્યમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું જ્યાં એક ડિગ્રીનો ઘટાડો થયો છે. આ તરફ અમદાવાદમાં શનિવારની સરખામણીમાં એક ડિગ્રી પારો ચઢ્યો છે. ગરમીનું જોર વધવાની સાથે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
આજે રાજ્યમાં અમદાવાદ સહિત ભૂજ, અમરેલી, વલસાડમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદ, ડીસા અને કંડલા (એરપોર્ટ)નું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આ તરફ સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં 35ને પાર થઈ ગયો છે. આ સાથે ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે.
મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચો આવી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેતું હતું તે હવે 20ની નજીક પહોંચી રહ્યું છે. રાજ્યમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14, નલિયાનું પણ 14 અને ડિસાનું 16 ડિગ્રી નોંધાયું છે.
સૌરાષ્ટ્રના શહેરોમાં પણ હરિયાળી છતાં ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 30ને પાર કરી ગયો છે. જેમાં અમરેલીમાં સૌથી વધુ 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અહીં સૌથી ઓછું મહત્તમ તાપમાન ઓખામાં સૌથી નીચું 27 ડિગ્રી નોંધાયું છે. અહીં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન પણ ઊંચું આવી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ગરમીનું પ્રમાણ વધવાની સાથે હવામાંથી ભેજનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે સામાન્ય બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ગરમીનું પ્રમાણ વધવાની સાથે હવામાંથી ભેજનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે સામાન્ય બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.