Today Gujarati News (Desk)
આજે અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ છે. વર્લ્ડ હેરિટેજ સિટિનો દરજ્જો ધરાવનાર આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી અને અહમદ શાહેના નામ પરથી અમદાવાદ નામ રાખવામાં આવ્યુ હતું. અમદાવાદ શહેર પહેલા આશાવલ અને કર્ણાવતીના નામે ઓળખાતું હતું. આજે પણ અનેક વિસ્તારોમાં જેમા જુના અમદાવાદની ઝલક જોવા મળે છે.આજે અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ છે. વર્લ્ડ હેરિટેજ સિટિનો દરજ્જો ધરાવનાર આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી અને અહમદ શાહેના નામ પરથી અમદાવાદ નામ રાખવામાં આવ્યુ હતું. અમદાવાદ શહેર પહેલા આશાવલ અને કર્ણાવતીના નામે ઓળખાતું હતું. આજે પણ અનેક વિસ્તારોમાં જેમા જુના અમદાવાદની ઝલક જોવા મળે છે.અહેમદશાહ નામના બાદશાહના નામ પરથી બનેલા અમદાવાદ શહેરનો આજે 613મો જન્મદિવસ છે. ભવ્ય હેરિટેજ તેમજ હજારો હેરિટેજ કક્ષાનાં મકાનો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને 600 કરતા પણ વધારે પોળ-શેરીઓના લીધે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે. ઈ.સ 1411માં અહમદશાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું. પ્રાચીન મંદિરો, જુની ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, આર્થિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. અમદાવાદમાં છેલ્લા બે દાયકાયોમાં ઘણું પરિવર્તન થયું છે. અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં પહેલાનું અમદાવાદ જોવા મળે છે.