Astrology News: વાસ્તુશાસ્ત્ર નિયમોનો એક સમૂહ છે જે આપણાં ભવિષ્યને સારું બનાવવામાં મદદ કરે છે. શાસ્ત્ર આપણને જણાવે છે કે આપણે આપણાં ઘરમાં ચીજોને કેવી રીતે રાખવી જોઈએ. જો આપણને પૈસાની સમસ્યા છે તો વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાને દૂર કરવાનાં ઉપાયો પણ લખેલા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે ચીજોને ખોટી દિશામાં રાખીએ છીએ તો તેની અસર આપણાં જીવન પર પડી શકે છે.
માં લક્ષ્મી થાય છે નારાજ
ઉદાહરણ તરીકે જો આપણે ડસ્ટબિનને ખોટી જગ્યાએ રાખીએ છીએ તો માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આપણને પૈસાની મુશ્કેલી થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણને આપણાં ઘરમાં કચરાપેટી ક્યાં રાખવી જોઈએ એ જાણવું ઘણું જરૂરી છે.
વાસ્તુશાસ્ત્ર એક્સપર્ટસ જણાવે છે કે ઘરનાં ડસ્ટબિનને નોર્થ-ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય ન રાખવું. કારણકે અહીં દેવતાનો નિવાસ હોય છે. ઘરમાં દરિદ્રતા આવે છે અને કામ બગડી જાય છે.
ઘરમાં દુ:ખ આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવ્યું છે કે ઘરનાં પૂર્વ કે ઉત્તરભાગમાં કચરાપેટી રાખવાથી ઘરનાં લોકોને દુ:ખ આવે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે. તેનાથી નોકરીનાં સારા મોકા શોધવું પણ અઘરું થઈ શકે છે. હંમેશા ડસ્ટબિનને ઘરની બહારની તરફ રાખવું. તેના કારણે ખર્ચા ઘટે છે. ઘરમાં લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ડસ્ટબિન રાખવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ માનવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ દિશાને વિસર્જનનાં હિસાબે યોગ્ય માનવામાં આવ્યું છે તેથી આ દિશામાં કચરાપેટી રાખવી યોગ્ય છે.