Today Gujarati News (Desk)
પહેલા જૂનાગઢ હવે જામનગર
મળતી માહિતી મુજબ જામનગરમાં રહેતા વિનીત કુંવરીયાએ ગરબા રમવાની તૈયારી કરી હતી. આ માટે પરિવારની પરવાનગી લીધા બાદ યુવકે ગરબા ક્લાસમાં એડમિશન લીધું હતું. જ્યાં દાંડિયા અને ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તે અચાનક જમીન પર પડી ગયો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેમના 19 વર્ષના પુત્રના અકાળે અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ છે. થોડા દિવસો પહેલા રાજકોટમાં એક યુવકને ચા પીતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેનું મોત થયું હતું. ચાર દિવસ પહેલા જૂનાગઢના 24 વર્ષીય યુવકને ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. નવરાત્રિની પ્રેક્ટિસ દરમિયાન ચિરાગ પરમાર નામનો યુવક અચાનક જમીન પર પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.