અમરેલી: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે. અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં વાદળછાયું વાવેતર રહેવાની શક્યતા છે.
અમરેલી જિલ્લામાં 32 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 08 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે.
અમરેલી જિલ્લામાં આગામી તારીખ 8 થી 10 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
જામનગર જિલ્લામાં તારીખ 8 નારોજ 20 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 8 થી 10 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.
મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 32 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 22 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 8થી 10 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 27 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા 8 થી 10 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 30 મીમી વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝપડ પ્રતિ કલાકે 31 કિમીની રહેવાની શક્યતા છે. 8 થી 10 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે.