ભારતના એક જાણીતા કોસ્મેટોલોજીસ્ટના જણાવ્યાં અનુસાર, ટૂટેલા નખ ખરાબ લાગવાની સાથે સાથે ક્યારેક ઇજા પહોંચાડે છે અને ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે. શરીરની સુંદરતાંનું જો આપણે આટલું ધ્યાન રાખીએ છીએ તો નખ અને હાથની સુંદરતાં પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.
કેમ ટૂટે છે નખ?
ડોક્ટરનાં જણાવ્યાં અનુસાર નખ ટૂટવા પાછળનાં ઘણાં કારણ હોય છે. નખનું ધ્યાન ન રાખવું, કેમિકલના કારણે રિએક્શન આવવું વગેરે.
કેમિકલ રિએક્શન
હાથ ધોવા તે સારી બાબત છે પરંતુ વારંવાર હૅન્ડવોશ કે સાબુનો વપરાશ કરવાથી કેમિકલ રિએક્શન થવાની સંભાવના રહે છે અને નખ ટૂટી જાય છે.
બ્યૂટિ ટ્રીટમેન્ટ
આજકાલની યુવતિઓ નેઇલ આર્ટ પાછળ ઘેલી બની છે પરંતુ આ ઘેલછા નખ ટૂટવા સુધી આવી જાય ત્યારે? જે નેઇલ આર્ટ કે નેઇલ એક્સ્ટેન્શનને તમે સુંદરતા વધારવાનું માધ્યમ સમજો છો તે જ માધ્યમ તમારી સુંદરતા ઓછી કરે છે. ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ શરીરમાં રોગોનો પણ પ્રવેશ થાય છે. થાયરોડની સમસ્યા, ત્વચાજન્ય રોગો વગેરે. જેના કારણે નખને નુકસાન થાય છે.
કેવી રીતે બનાવશો નખને મજબૂત?
- હાથને વારંવાર ધોશો નહી, હેન્ડવોશ કે સાબૂનો ઉપયોગ ટાળો.
- નખ ચાવવાની આદત છોડો, જો કમજોર નખને વારંવાર ચાવશો તો ટૂટવાની સંભાવના વધી જશે.
- નખને સાફ રાખવાનો પ્રયત્ન કરો, સમયાંતરે તેને ટ્રીમ કરો અને મેઇન્ટેઇન રાખો.
- નખ સ્મૂથ રાખવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો.
- નવશેકા પાણીમાં તેલના ડ્રોપ્સ નાંખીને માલિશ કરવાથી નખ મજબૂત થાય છે.
- નખને ડાઇડ્રેટ રાખવા માટે આલ્કોહોલ રહિત મોઇશ્ચરાઇઝરનો વપરાશ કરો.