શું તમારો ફોન વારંવાર હેંગ થઈ રહ્યો છે? શું તમને એવું લાગી રહ્યું છે કે, તમારા ફોનમાં વાયરસ છે? આ વાયરસ ફોનમાંથી બહાર કાઢવા માટે યૂઝર્સ સ્માર્ટફોન ફેક્ટરી રિસેટ કરે છે. ફોન ફેક્ટરી રિસેટ કરવાથી તમામ ડેટા ડિલીટ થઈ જાય છે. ડેટા ડિલીટ કર્યા વગર સ્માર્ટફોનમાંથી વાયરસ કેવી રીતે કાઢી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
શું તમારા ફોનમાં ખરેખર વાયરસ છે?
તમારા ફોનમાં વાયરસ છે કે, નહીં તે જાણવા માટે ફોન રિસ્ટાર્ટ કરીને જોવું જોઈએ કે, તેની સ્પીડ બરાબર છે કે નહીં? રિસ્ટાર્ટ કર્યા પછી પણ પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય તો કેટલાક પોઈન્ટ્સ રિવ્યૂ કરવાના રહેશે.
આ પોઈન્ટ્સ પર ધ્યાન આપો
નવી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી પ્રોબ્લેમ છવી
થર્ડ પાર્ટી સ્ટોરથી ફાઈલ ડાઉનલોડ કરી હોય
એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય જેમાં વારંવાર એડ્સ બતાવતા હોય
કોઈ એપ્લિકેશન ઓપન કરીને તરત જ પ્રોબ્લેમ થતી હોય
સેટિંગમાં જઈને જોવું કઈ કઈ એપ્લિકેશન છે
ફોનમાં કોઈ વાયરસ છે કે, નહીં તે ચેક કરવા માટે સેટિંગમાં જઈને એપ્સ ઓપ્શન પર ક્લિક કરો. હવે તમામ એપ્લિકેશનનું લિસ્ટ જોવા મળશે. કોઈ એવી એપ્લિકેશન હોય જે ફોનમાં પહેલેથી ના હોય અને તમે ડાઉનલોડ પણ ના કરી હોય. આવી એપ્લિકેશન તરત ડિલીટ કરી દેવી જોઈએ.
જે એપ્લિકેશનનો યૂઝ ના થતો હોય તે એપ્લિકેશન રિમૂવ કરી દેવી જોઈએ. જે એપ્લિકેશનને વધુ પરમિશનની જરૂર હોય તે એપ્લિકેશન રિમૂવ કરી દેવી.
ગૂગલ પ્લે પ્રોટેક્ટ યૂઝ કરો
ફોનમાં વાયરસ છે કે, નહીં તે જાણવા માટે ગૂગલ પ્લે પ્રોટેક્ટ સ્કેનની મદદ લઈ શકો છો. જે એન્ડ્રોઈડ બિલ્ડ ઈન સિક્યોરિટી સિસ્ટમ છે. તે માટે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. જ્યાં ઉપર જમણી બાજુ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.
હવે મેનેજ એપ્સનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો. હવે Scan apps with play protectનો ઓપ્શન હશે. તેની મદદથી તમે સ્કેન કરી શકો છો કે, તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ્લિકેશન છે કે નહીં.
Safe mode ઓન કરો
જો તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ્લિકેશન કે વાયરસ હોય તો તે દૂર કરવા માટે Safe mode ઓન કરવાનો રહેશે. તે માટે પાવર બટન પ્રેસ કરીને હોલ્ડ કરો, અને ફોન રિસ્ટાર્ટ અથવા પાવર ઓફ પર પ્રેસ કરીને હોલ્ડ કરવાનું રહેશે. ત્યારપછી સ્ક્રીન પર સેફ મોડ પ્રોમ્પ્ટ હશે.
હવે OK પર ક્લિક કરો. આ ઓપ્શન યૂઝફુલ ના હોય તો બીજો ઓપ્શન ટ્રાય કરવાનો રહેશે. તે માટે ફોન સ્વીચ ઓફ કરવાનો રહેશે ને પાવર બટન તથા વોલ્યૂમ ડાઉન બટન એકસાથે પ્રેસ કરવાનું રહેશે. ફોન સેફ મોડમાં રિબૂટ થઈ જશે.
સેફ મોડમાં ઓપરેટિંગ સિસ્ટમ કોઈપણ એપ્લિકેશન વગર શરૂ થાય છે. જો ફોનમાં કોઈ વાયરસ હશે તો તેના વિશે જાણકારી મળશે અને તે એપ્લિકેશન તમે રિમૂવ કરી શકો છો.