ભોજનનો સ્વાદ બમણો કરવા માટે આમલીની ચટણી ખૂબ જ સારો ઓપ્શન છે. તે ખાવાના સ્વાદને અદ્ભુત બનાવે છે. ખાટી-મીઠી આમલીની ચટણી ખાવાનો સ્વાદ બદલી નાખે છે. તેને ચાટથી લઈને ગોલ ગપ્પા સુધીની કોઈપણ વસ્તુ સાથે આમલીની ચટણી ખાઈ શકો છો. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે આમલી, ખજૂર અને ગોળની મદદથી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ ખાટી-મીઠી ચટણી બનાવવાની રેસીપી. જાણો.
આમલીની ખાટી-મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ બીજ વગરની આમલી
- ½ કપ ગોળ
- ½ કપ બીજ વગરની ખજૂર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- ½ ચમચી જીરું પાવડર
- ½ ચમચી વરિયાળી પાવડર
- ½ ચમચી સૂકા આદુ પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 2 કપ પાણી
- સ્વાદ મુજબ મીઠું
આમલીની ખાટી-મીઠી ચટણી બનાવવાની રીત
- સૌથી પહેલા એક કઢાઈ લો.
- આ પછી કઢાઈમાં આમલી, ખજૂર અને ગોળ સમાન માત્રામાં નાખો.
- હવે કઢાઈમાં 2 કપ પાણી ઉમેરો.
- હવે આમલી, ખજૂર અને ગોળના મિશ્રણને લગભગ 10 મિનિટ સુધી ઉકળવા દો.
- જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમાં ½ ચમચી વરિયાળી પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી જીરું પાવડર, 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી સૂકું આદુ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખો.
- હવે સ્પેટુલાની મદદથી આમલી અને ખજૂરને મેશ કરો.
- હવે મિશ્રણને ફરીથી 2 મિનિટ માટે ઉકાળો.
- હવે આમલી અને ખજૂરનું મિશ્રણ બ્લેન્ડર અથવા મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
- હવે એક વાસણમાં ચાળણીની મદદથી આમલી અને ખજૂરની પ્યુરીને ગાળી લો.
- તૈયાર છે ખજૂર અને આમલીની ખાટી-મીઠી ચટણી.
- આ ચટણીને એરટાઈટ જારમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખી દો.
- ખજૂર અને આમલીની ચટણીને સેવ પુરી, ભેલ પુરી અથવા પાણીપુરી સાથે સર્વ કરી શકાય છે.