આપણી આંખોની સુંદરતાને વધારવા માટે ઘણા સમયથી કાજલનો ઉપયોગ થતો આવ્યો છે. તેનાથી આંખોની સુંદરતા તો વધે છે, પરંતુ તેના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમે આખો દિવસ કાજલ લગાવીને રાખો છો, તો તમારે આ આર્ટિકલ જરુર વાંચવો જોઈએ.
વાસ્તવમાં, કાજલની ક્વોલિટી ખરાબ હોવાને કારણે આંખ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી આંખોમાં ભેજ ઓછો થઈ જાય છે અને ઈન્ફેક્શનનો ખતરો પણ રહે છે. ચાલો જાણીએ કે દરરોજ કાજલ લગાવવાથી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ એ પણ જાણીશું કે, આંખોમાં લગાવેલા કાજલને દૂર કરવાની રીત-
દરરોજ કાજલ લગાવવાથી શું થાય છે?
આંખોમાં કાજલ લગાવવું કંઈ ખોટું નથી, પરંતુ જો તેને યોગ્ય રીતે લગાવવામાં કે દૂર કરવામાં ન આવે તો તે તમારી આંખો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તેમાં હાજર કેમિકલ આંખોને ડ્રાય કરી શકે છે અને દરરોજ તેને આંખોમાં લગાવવાથી ડ્રાયનેસ વધી શકે છે.
આંખોમાં ડ્રાયનેસ વધવાથી આંખમાં ઈન્ફેક્શન થઈ શકે છે અને આ સિવાય પણ આંખોને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.
કાજલને આંખો પરથી દૂર કરવાની સાચી રીત શું છે?
આંખોમાં લાગેલા કાજલને હટાવવા માટે તમારે કેમિકલવાળા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
આ માટે તમે ઈયરબડ્સની મદદ લઈ શકો છો અને હળવા હાથના દબાણથી ધીમે-ધીમે કાજલને વોટરલાઈનમાંથી હટાવી શકો છો.
કેવા પ્રકારનું કાજલ લગાવવું જોઈએ?
આંખોની સુંદરતાને વધારવા માટે તમે કેમિકલ વગરની પ્રોડક્ટને જ પસંદ કરો.
આ માટે તમે કોઈ સારી બ્રાન્ડેડની કાજલનો ઉપયોગ કરો.
આ સિવાય તમે એવી પ્રોડક્ટ પસંદ કરો, જેમાં ઓઈલની માત્રા વધુ હોય.