આજની જીવનશૈલીથી ઘણાં લોકો પેટની સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. આ સમસ્યા અનેકે કારણોથી થઈ શકે છે. જેમાં એરોફૈજિયા પણ સામિલ છે. એરોફૈજિયા એક એવી બાબત છે. જેમાં પેટમાં હવાનું પ્રમાણ વધે છે. જેનાથી પેટમાં ગેસ બનતું હોય છે. જમતા સમય વાત કરવાથી તેમજ સ્મોકિંગ કરવાની આદતથી આ ખતરો વધુ રહે છે. વધારે પડતું ભોજન લેવાથી તેમજ નિષ્ક્રિય જીવનશૈલીના કારણે એરોફૈડિયાનો ખતરો વધુ હોય છે. ચાલો આ એરોફૈજિયાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો જાણીએ
એરોફૈગિયાના કારણો
નિષ્ણાંતોના મતે એરોફેગિયા એ પેટમાં વધુ પડતી હવા ભરાવાની સ્થિતિ છે. આ સમસ્યા ખોરાક અને જીવનશૈલીને લગતી બાબતોના કારણે થાય છે. એરોફૈગિયાના કેટલાક કારણો નીચે મુજબ છે
1. વધુ પડતો ખોરાક લેવો – વધુ પડતો ખોરાક ખાવાથી પણ પેટમાં વધારે હવા ભરાય છે, જેનાથી એરોફૈગિયા થઈ શકે છે
2. જમતી વખતે વાત કરવી – કેટલાક લોકો જમતી વખતે વાત કરવાની આદત બનાવી લે છે, જેનાથી એરોફૈગિયા થઈ શકે છે
3. ખોરાક ચાવવાની ખરાબ આદત – ખૂબ ઝડપથી ચાવવાથી વ્યક્તિ વધુ હવા શ્વાસમાં લઈ શકે છે, જે એરોફૈગિયા તરફ દોરી શકે છે
4. ડિપ્રેશન અથવા તણાવ- જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાં હોય અથવા હતાશ હોય ત્યારે એરોફૈગિયા જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે
એરોફૈગિયાના કેટલાક મુખ્ય લક્ષણો
- ખાધા પછી અથવા વાત કરતી વખતે
- પેટમાં ગેસની સમસ્યા
- પેટમાં દુખાવાની સમસ્યા
- બળતરા અને એસિડિટીની સમસ્યા
એરોફૈગિયાથી બચવા માટે આટલું ધ્યાન રાખો
1. જમતી વખતે ઓછી વાત કરો અને પાણી ઓછું પીવો
2. તમારા ખોરાકને સારી રીતે ચાવો અને ઉતાવળમાં ખાવાનું ટાળો
3. હેલ્ધી અને ફાઈબર યુક્ત ખોરાક લો
4. તણાવમાં ન રહો, આ માટે ધ્યાન અને પ્રાણાયામ કરો