દહીં પાપડી ચાટનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. આ ઉત્તર ભારતની ફેમસ ડીશમાંથી એક છે અને તેને મુખ્યત્વે દહીં અને નાની પાપડીઓ વડે તૈયાર કરવામાં આવે છે. જો તમે સ્ટીટ ફૂડ જેવી ટેસ્ટી પાપડી ચાટ બનાવવા માંગો છો, તો અમે તમારા માટે એક સરળ રેસિપી લાવ્યા છીએ. આ રેસિપી તમારા ઘરે ખૂબ ઓછી સામગ્રી સાથે બનાવી શકાય છે. તો રાહ કોની જુઓ છો? આગળ વધો અને જાણો કે તમે આ સ્વાદિષ્ટ પાપડી ચાટ ઘરે કેવી રીતે તૈયાર કરી શકો છો.
દહીં પાપડી ચાટ બનાવવા માટે સામગ્રી
- પાપડી
- દહીં
- બાફેલા બટાકા
- બારીક સમારેલી ડુંગળી
- લસણની ચટણી
- લીલી ચટણી
- ખજૂર આમલીની ચટણી
- ચાટ મસાલો
- શેકેલું જીરું પાવડર
- પાપડીના ટુકડા
- સેવ
- દાડમના દાણા
- કોથમીર
દહીં પાપડી ચાટ બનાવવાની રીત
- સૌથી પહેલા એક પ્લેટ લો. પ્લેટમાં પાપડી મૂકો.
- હવે પાપડીની ઉપર બાફેલા બટાકા, ડુંગળી, લસણની ચટણી, લીલી ચટણી, ખજૂર-આમલીની ચટણી મૂકો.
- હવે ઉપરથી થોડું દહીં નાખો. દહીંમાં પહેલાથી થોડી ખાંડ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે.
- હવે ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર છાંટો, પાપડીના થોડા ટુકડા, સેવ, દાડમના દાણા અને કોથમીર ઉમેરો.
- તૈયાર છે દહીં પાપડી ચાટ.