Today Gujarati News (Desk)
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને શાનદાર વિજય થયો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી ટાઈટ બોલિંગ થઈ હતી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે 1લી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિને 5 વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મોટી જીત નોંધાવી છે.
ભારત પ્રવાસે આવેલી કાંગારૂ ટીમ ત્રીજા દિવસે જ ભોંય ભેગી થઈ ગઈ હતી. ભારતે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પેટ કમિન્સની કપ્તાની હેઠળ કાંગારૂ ટીમને એક દાવ અને 132 રનથી હરાવીને 4 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ દાવમાં 177 રનમાં ઓલઆઉટ થયેલી કાંગારૂ ટીમ બીજા દાવમાં માત્ર 91 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી આર અશ્વિન અને જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી.