ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરી, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ બ્લોકબસ્ટર મેચ બેનોનીના વિલોમૂર પાર્કમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારતે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઉદય સહારનની કપ્તાની હેઠળ, ભારતે સેમિફાઇનલમાં આફ્રિકા સામે બે વિકેટથી નજીકનો વિજય હાંસલ કર્યો હતો. સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું.
છઠ્ઠી વખત ટાઈટલ જીતવા ઈચ્છશે
રવિવારે બેનોનીના સહારા પાર્ક વિલોમૂર ક્રિકેટ સ્ટેડિયમમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત સતત બીજી વખત અને એકંદરે છઠ્ઠી વખત ટાઈટલ જીતવા ઈચ્છશે.
આ ભારતની ફાઈનલ સુધીની સફર રહી છે
ભારતે પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ બાંગ્લાદેશ સામે 84 રને આરામદાયક જીત સાથે કરી હતી. આ પછી આયર્લેન્ડ સામે 201 રનની મોટી જીત નોંધાવી હતી. ગ્રુપ સ્ટેજની તેમની અંતિમ મેચમાં ભારતે યુએસને 201 રનથી હરાવ્યું હતું. સુપર સિક્સ સ્ટેજમાં ભારતે ન્યુઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રને હરાવ્યું હતું. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે બે વિકેટે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
આ ખેલાડીઓએ પોતાની ચમક ફેલાવી
ભારત આ ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમ રહી છે, જેમાં ટોચના પાંચ રન બનાવનારા ખેલાડીઓમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે. કેપ્ટન ઉદય સહારન 6 મેચમાં 389 રન સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન સ્કોરર છે, જ્યારે 6 મેચમાં 338 રન સાથે મુશીર ખાન ત્રીજા સ્થાને છે. આ દરમિયાન સચિન દાસે 6 મેચમાં 294 રન બનાવ્યા છે. સૌમ્યા પાંડે 6 મેચમાં 17 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં ત્રીજા નંબર પર સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.