Today Gujarati News (Desk)
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ ટેસ્ટના આજે વિરાટ કોહલીએ શાનદાર રમત રમતા સદી ફટકારી છે. કોહલીએ ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 28મી અને 75મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 75મી સદી ફટકારી હતી.
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી
સચિન તેંડુલકર
200 મેચ
51સદી
રાહુલ દ્રવિડ
163 મેચ
36 સદી
સુનીલ ગાવસ્કર
125 મેચ
34 સદી
વિરાટ કોહલી
108 મેચ
28 સદી
ફેબ 4માં ટેસ્ટ સદીનો રેકોર્ડ
વિરાટ કોહલી
108 મેચ
28 સદી
જો રૂટ
129 મેચ
29 સદી
સ્ટીવ સ્મિથ
96 મેચ
30 સદી
કેન વિલિયમસન
93 મેચ
26 સદી
વિરાટ કોહલીની સદી
વિરાટ કોહલીએ પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે 241 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા. વિરાટે પોતાની ઇનિંગમાં અત્યાર સુધી પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. ભારતનો સ્કોર 400 રનને પાર થઈ ગયો છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં પોતાની 28મી સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની 75મી સદી છે.
લંચ સુધી ભારતનો સ્કોર- 362/4
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે લંચ પડી ગયો છે અને ભારતનો સ્કોર 362/4 છે. વિરાટ કોહલી હજુ પણ ક્રિઝ પર છે અને સદી તરફ આગળ વધી રહ્યો છે. કોહલી 88 અને કેએસ ભરત 25 રને અણનમ છે.