Today Gujarati News (Desk)
IPL 2023માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ મેચ ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7.30 વાગ્યે શરુ થશે. ઈડન ગાર્ડન્સમાં ચાર વર્ષ બાદ IPLની મેચ રમાશે.
આ બંને ટીમોના ઘણા મહત્વપૂર્ણ ખેલાડી ઈજાગ્રસ્ત તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત છે. RCBની ટીમમાં જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા અને રજત પાટીદાર, રીસ ટોપલી જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી આ પ્લેયર વગર જ ટીમ મેદાનમાં ઉતરશે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત છે. આ ઉપરાંત શાકિબ અલ હસનના સ્થાને સામેલ કરવામાં આવેલ જેસન રોય પણ હજુ સુધી કોલકાતાની ટીમ સાથે જોડાયો નથી.KKRની પ્લેઇંગ-11માં ફેરફાર થઈ શકે છે
બેંગ્લોરની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જીતી મેળવી હતી. આ ટીમના પ્લેઈંગ-11માં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. રીસ ટોપલીના ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ડેવિડ વિલીને રમવાની તક મળી શકે છે. જયારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિમાં KKR ટીમની પ્લેઇંગ-11માં થોડા ફેરફારો જોવા મળી શકે છે.
બંને ટીમોની સ્કોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ
નીતિશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), મનદીપ સિંહ, અનુકુલ રોય, રિંકુ સિંહ, આન્દ્રે રસલ, શાર્દુલ ઠાકુર, સુનિલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, એન જગદીસન, ડેવિડ વિઝ , વૈભવ અરોરા, સુયશ શર્મા, કુલવંત ખેજરોલિયા, હર્ષિત રાણા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ , ડેવિડ વિલી, સુયશ પ્રભુદેસાઈ, અનુજ રાવત, મહિપાલ લોમરોર, સોનુ યાદવ, સિદ્ધાર્થ કૌલ, ફિન એલન, મનોજ ભંડાગે, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા