ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર રહેલા જસપ્રીત બુમરાહે એશિયા કપમાં જોરદાર વાપસી કરી હતી. તેણે વનડે વર્લ્ડ કપમાં પણ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું હતું.
જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને લગભગ તમામ મેચોમાં બોલથી સારી શરૂઆત અપાવી હતી. જસપ્રીત બુમરાહની હાજરીમાં ભારતીય ટીમની બોલિંગ ઘણી ખતરનાક લાગી રહી છે.
આઈપીએલ 2024ની મીની ઑક્શન પહેલા ખેલાડીઓને ટ્રેડ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ટ્રેડ થઈને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. હાર્દિક પંડ્યા તેની પ્રથમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરીને ઘણો ખુશ છે. હાર્દિક પંડ્યાના મુંબઈ પરત ફર્યા બાદ જસપ્રિત બુમરાહે પણ એક ટ્વિટ કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
જસપ્રિત બુમરાહે સોશિયલ મીડિયા પર એક ટ્વિટમાં લખ્યું છે કે મૌન શ્રેષ્ઠ જવાબ છે. જસપ્રીત બુમરાહના આ ટ્વીટને લઈને ચાહકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક ચાહકોનું માનવું છે કે જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યાના ટીમમાં આવવાથી ખુશ નથી. જસપ્રિત બુમરાહ પણ ટ્રેડ થઈને રૉયલ ચેલેન્જર બેંગ્લોરમાં જઈ શકે છે. બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને અનફોલો કરી દીધી છે.
જોકે, કેટલાક ચાહકોનું માનવું છે કે જસપ્રીત બુમરાહે આ ટ્વીટ વર્લ્ડકપમાં હારનું દર્દ ઓછું કરવા માટે કર્યું છે. જસપ્રીત બુમરાહે ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચના લગભગ 10 દિવસ બાદ આ ટ્વિટ કર્યું છે. ઑસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં હાર બાદ જસપ્રીત બુમરાહ ચૂપ રહ્યો હતો. હવે તેના ટ્વીટ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બુમરાહ હારથી નિરાશ છે.