Today Gujarati News (Desk)
આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઈન્સનું પરિણામ જાહેર કર્યુ હતું. આ પરિણામમાં અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. આ જાન્યુઆરીના સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામ NTAની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિક્ષા માટે 9 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ પરીક્ષા એન્જીનયરીંગમાં એડમિશન લેવામાં આવે છે.
જાન્યુઆરીમાં લેવાયેલી JEE મેઈન્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ છે. આ પરિણામમાં અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ આગળ જઈને IIT બોમ્બેમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે. બંને વિદ્યાર્થીઓ હવે ધોરણ 12 સાયન્સ અને JEE એડવાન્સની પરીક્ષા આપશે. દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાયેલા વિદ્યાર્થીઓમાંથી 95.79 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે JEE મેઈન્સના જાન્યુઆરી સત્રનું પરિણામ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરીક્ષા જાન્યુઆરીની 24મી તારીખથી 1 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવી હતી. આ માટે કુલ 9 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું.
અમદાવાદના કૌશલ અને હર્ષલે મેળવ્યા 100 પર્સન્ટાઈલ
આજે JEE મેઈન્સની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગીયે ત્રણેય વિષયમાં સંપૂર્ણ માર્ક્સ અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં પુરા માર્ક્સ અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. કૌશલ અને હર્ષલ બંને વિદ્યાર્થીઓને ભવિષ્યવમાં કોમ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. કૌશલ વિજય વર્ગીયના પિતા પંજાબ નેશનલ બેંકમાં સિનિયર મેનેજર છે. આ ઉપરાંત તેનો મોટો ભાઈ IIT દિલ્હીથી M.tech કરે છે. હર્ષલ સુથારના પિતા સિવિલ એન્જીનયર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી સીટી એન્જીનયર તરીકે ફરજ બજાવે છે. હર્ષલનો ભાઈ પણ કોમ્પ્યુટર એન્જીનયર છે.