Today Gujarati News (Desk)
અમદાવાદમાં ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં વધુ એક થયો ઘટસ્ફોટ થયો છે. જેમાં ધમકી ભર્યા મેસેજની વોઇસ કલીપ મોકલનાર નામ આવ્યું સામે.આ કેસમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન ખુલાસો થયો છે . સિમ બોક્સમાંથી મળી આવેલા સિમ કાર્ડમાં કનેક્શન સામે આવ્યા છે. તેમજ સીમ બોક્સમાંથી મળી આવેલા સીમ કાર્ડની સાયબર ક્રાઇમે ફોરેન્સિક સાયન્સની મદદથી તપાસ શરૂ કરી છે . જેમાં મોટેરા સ્ટેડિયમમાં ખાલીસ્તાન આતંકીની ધમકી મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી પકડેલા 2 આરોપી રાહુલ દ્રીવેદી અને નરેન્દ્ર કુશવાહની પૂછપરછ માં નવા ખુલાસા થયા છે. જેમાં વોઇસ ધમકી દ્વારા દહેશત ફેલાવવાના ષડયંત્રમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું કનેક્શન ખુલ્યુ છે.. સાયબર ક્રાઇમ ની ટીમે તપાસ કરતા પકડેલા આરોપી રાહુલ વધુ 2 સિમ બોક્સ મધ્યપ્રદેશના સતના જિલ્લા માં મકાન ભાડે રાખીને ઓપરેટ કરી રહ્યો હતો.જે વધુ 2 સિમ બોક્સ સાયબર ક્રાઇમે પકડયું છે.. અને તેમાંથી 60 જેટલા સિમકાર્ડ મળી આવ્યા છે.. જેનું કનેક્શન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સુધી પહોંચ્યું છે..