Khichu Recipe: ખીચું નું નામ આવતા જ દરેક વ્યક્તિના મોઢામાં પાણી આવી જાય. ખીચું ગુજરાતનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખીચું ચોખાના લોટમાંથી બને છે. ચોમાસા અને શિયાળા દરમિયાન દરેક ગુજરાતીના ઘરમાં ગરમાગરમ અને મસાલેદાર ખીચું બને છે. જોકે ખીચું બનાવવું મુશ્કેલ કામ છે તેવું લોકો માને છે. પરંતુ જો તમે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતને ફોલો કરીને ખીચું બનાવો છો તો ઘરે પણ મસ્ત ચટાકેદાર ખીચું બની શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ મસાલેદાર ખીચું બનાવવાની પરફેક્ટ રીત.
ચોખાનો લોટ એક કપ
- મીઠું સ્વાદ અનુસાર
- લાલ મરચું પાવડર એક ચમચી
- જીરું એક ચમચી
- લીલા મરચા ઝીણા સમારેલા
- પાણી ચાર કપ
- તેલ બે ચમચી
- કોથમીર ઝીણી સમારેલી
ખીચું બનાવવાની રીત
ખીચું બનાવવા માટે એક તપેલામાં 3 વાટકી પાણી ઉકાળવા મુકો. તેમાં લીલા મરચાં, વાટેલું જીરું, મીઠું અને ચપટી પાપડ ખાર ઉમેરો, પાપડ ખારને તમે અવોઈડ પણ કરી શકો છો.
પાણી ઉકળી જાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરો. લોટ ઉમેરતી વખતે તેને વેલણની મદદથી એક જ દિશામાં સતત હલાવતા રહો. ધ્યાન રાખવું કે લોટમાં ગાંઠા ન પડી જાય.
1 મિનિટ સુધી મિશ્રણને બરાબર હલાવો અને જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો ગેસ પરથી ઉતારી લો.
હવે ગેસ પર એક કુકર મુકો અને કુકરમાં દોઢ ગ્લાસ પાણી રાખી તેના પર એક સ્ટેન્ડ રાખો. હવે આ સ્ટેન્ડ પર તૈયાર કરેલા ખીચુંનું તપેલું મુકો અને તેની ઉપર 1 વાટકી પાણી રેડી દો. પાણીને ખીચુંમાં મિક્સ ન કરવું.
હવે તપેલા પર ડીશ ઢાંકી જો અને કુકરને બંધ કરી 5 સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી કુકર ખુલે એટલે ખીચું બહાર કાઢો.
ગરમાગરમ ખીચુંને પ્લેટમાં કાઢી તેના પર તેલ, લાલ મરચું પાવડર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો.