Today Gujarati News (Desk)
મધ્યપ્રદેશના શ્યોપુર કુનોમાં એક ચિત્તાનું મૃત્યુ થયું હતું. નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા ઘણા દિવસોથી બીમાર હતી. મળતી માહિતી પ્રમાણે સાશા નામના માદા ચિત્તાનું સોમવારે સવારે કિડની ફેલ થવાના કારણે મોત થયું હતું.
આફ્રિકાથી ચિત્તાના બે જૂથ ભારતમાં આવ્યા હતા. ગત વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર પ્રથમ બેચ નામિબિયાથી આવી હતી. આ સમૂહમાં આઠ ચિત્તા હતા જે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.
આ પછી, ગયા ફેબ્રુઆરી મહિનામાં, દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓ ભારત આવ્યા. આ 12 ચિત્તાઓમાં 7 નર અને 5 માદાનો સમાવેશ થાય છે. તેઓને કુનો નેશનલ પાર્કમાં પણ છોડવામાં આવ્યા હતા.
માદા ચિત્તા શાશાનું મૃત્યુ માત્ર પ્રોજેક્ટ માટે જ નહીં પરંતુ દેશની જૈવવિવિધતાને પણ મોટું નુકસાન છે. અધિકારીઓ શાશાના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છે. શાશા 5.5 વર્ષની માદા નામીબિયન ચિત્તા હતી. શાશા 2017 ના અંતમાં પૂર્વ-મધ્ય નામીબિયાના એક શહેર ગોબાબીસ નજીકના ખેતરમાં મળી આવી હતી.