Today Gujarati News (Desk)
કચ્છમાં અદાણી પોર્ટસ મુન્દ્રાએ માત્ર 361 દિવસમાં 6.5 મિલિયન TEUs કન્ટેનર કાર્ગો હેન્ડલ કર્યો.અદાણી પોર્ટસ મુન્દ્રા દેશના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે. જે ભારતના સૌથી મોટી ખાનગી મલ્ટિ-પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત છે.અદાણી પોર્ટ્સ દ્રારા ભારતમાં કન્ટેનર કાર્ગો હેન્ડલિંગમાં અગ્રણી પોર્ટ તરીકે ઉભરી આવ્યું છે. આ તેની અદ્યતન સુવિધાઓ, કાર્યક્ષમ પ્રણાલી અને વ્યૂહાત્મક સ્થાનને કારણે દેશના વિકાસમાં બહોળો ફાળો રહ્યો છે.ચાલુ નાણાકીય વર્ષમાં અદાણી પોર્ટસ મુન્દ્રા એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
અદાણી પોર્ટસ મુન્દ્રાના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસ
જેમાં નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુન્દ્રાના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કાર ની નિકાસના સીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કર્યુ છે. અદાણીએ ગત વર્ષે 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડ કરતા વધુ કામ નિકાસ કરી છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિ સ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે.