Today Gujarati News (Desk)
ઈતિહાસને અમર બનાવનાર અશ્વ શક્તિનું સન્માન કરી અશ્વ શક્તિને ઉજાગર કરવાનું કાર્ય બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા ગામ એવા જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અવૈદ સાર્વધિક ટ્રસ્ટ દ્વારા દર મહાશિવરાત્રીના પ્રસંગે પાંચ દિવસીય મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અશ્વો મેળામાં ભાગ લેવા આવે છે. આ પાંચ દિવસીય અશ્વ મેળામાં લાખોની સંખ્યામાં લોકો અશ્વમેળાનો લાભ લે છે.
રાજ્યના ખુણે ખુણેથી આવે છે અશ્વો
લાખણી તાલુકાના નાનકડા ગામ જસરામાં અવૈદ સાર્વધિક ટ્રસ્ટ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા 2011-12 થી મહાશિવરાત્રી પર્વ પર અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી પર્વ પર 12મો અશ્વ મેળો 15 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે.
મેળામાં રાજ્યભરનાં અશ્વ ભાગ લેશે
બનાસકાંઠાના જસરા ગામે મહાશિવરાત્રી પર્વ પર પાંચ દિવસીય મોટા અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વમેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ
રાજ્યમાંથી જુદી જુદ નસલનાં અશ્વો ભાગ લેવા આવે છે. સાથે સાથે આ મેળામાં મારવાડી નસલના અશ્વોની બ્રીડિંગ કેરેક્ટર્સની હરીફાઈ પણ કરવામાં આવે છે.