સવાર કે સાંજે ચા સાથે નાસ્તા માટેનો કોઈ બેસ્ટ વસ્તુ હોય તો તે ફરસી પુરી છે. જે ઘણા લોકોને ભાવતી હોય છે. આજે બજાર જેવી ફરસી પુરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ફરસી પુરી બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ,
- મીઠું,
- લાલ મરચું પાવડર,
- ધાણા જીરું પાવડર,
- હળદર,જીરું,
- ચાટ મસાલો,
- કસુરી મેથી,
- ઘી,તેલ.
ફરસી પુરી બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી એમાં હાથે થી મસળીને મેથી, જીરું, મરી, હળદર, સફેદ તલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લો.
સ્ટેપ-2
હવે તેમાં થોડું તેલ અને પાણીન નાખીને કઠણ લોટ બાંધીને તેને ઢાંકીને 30 મિનીટ કલાક મૂકી દો.
સ્ટેપ-3
હવે લોટને ફરીથી મસળીને નાના નાના લુવા બનાવીને પાતળી પુરી બનાવી લો.
સ્ટેપ-4
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરી નાખી ધીમા તાપે પુરી ક્રિસ્પી તળી લો. તૈયાર છે ઘઉંનો લાટની ક્રિસ્પી ફરસી પુરી તમે સર્ કરી શકો છો.