Moong Dal Khichdi Recipe: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાત્રીની સમયે લોકો ભારે ભોજન કરવાનું ટાળતા હોય છે. ખાસ કરીને ગરમીમાં લોકોને હળવું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ હળવું ભોજન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમારી માટે લઈને આવ્યા છે સ્વાદિષ્ટ અને હેલ્ધી મગ દાળની ખીચડી બનાવવાની સરળ રેસીપી.
મગ દાળની ખીચડી ઘરે સરળતાથી બનાવી શકાય છે. તે પાચનતંત્ર માટે સારી છે. તેને દહીં સાથે સર્વ કરી શકાય છે. જાણો તેને બનાવવાની સરળ રીત.
મગ દાળની ખીચડી બનાવવા માટેની સામગ્રી
1 કપ મગ દાળ
1 કપ ચોખા
4 થી 5 કપ પાણી
અડધી ચમચી હળદર
અડધી ચમચી હિંગ
3 ચમચી ઘી
થોડું આદુ
2 ચમચી જીરું
2 મોટી ડુંગળી
2 મોટા ટામેટાં
2 લીલા મરચા
જરૂર મુજબ મીઠું
મગ દાળની ખીચડી બનાવવાની રીત
પહેલા મગની દાળ અને ચોખાને ધોઈને લગભગ 30 થી 40 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
હવે મધ્યમ આંચ પર પ્રેશર કૂકરને રાખીને તેમાં ઘી નાખો.
તેમાં થોડું જીરું અને હિંગ ઉમેરીને તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.
તેને થોડીવાર માટે ફ્રાય કરીને તેમાં સમારેલા ટામેટાં અને મરચાં ઉમેરો.
હવે તેમાં છીણેલું આદુ ઉમેરીને થોડીવાર માટે ફ્રાય કરો.
ત્યારબાદ તેમાં ચોખા અને મગની દાળ ઉમેરો.
હવે તેમાં મીઠું, હળદર અને પાણી ઉમેરને કૂકરને ઢાંકી દો.
લગભગ 2 થી 3 સીટી વગાડીને ગેસ બંધ કરી દો.
સીટી વાગ્યા પછી કુકરનું ઢાંકણું ખોલો.
તમારી હેલ્ધી અને સ્વાદિષ્ટ ખીચડી તૈયાર છે.
ખીચડીને પ્લેટમાં કાઢીને ઘી અને લીલા ધાણાથી ગાર્નિશ કરો.
તેને દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો.