દરેક ઘરમાં પુલાવનો ટેસ્ટ અલગ હોય છે. આજે તવા પુલાવ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસીપી ગુજરાતી જાગરણ તમને જણાવશે. રેસ્ટોરાં કે ઢાબા જેવા મળતા તવા પુલાવ બનાવવા માટે નોંધી લો આ રેસિપી. મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ ઘણા લોકોને પસંદ હોય છે. જેનો ટેસ્ટ પણ આરેસીપીમાં આવશે.
તવા પુલાવ બનાવવાની સામગ્રી
- ભાત (પાણીમાં ઉકાળેલા ચોખા),
- ટામેટાં,
- બાફેલા બટાકા,
- કેપ્સીકમ,
- લીલા વટાણા,
- માખણ,
- સમારેલી કોથમીર,
- આદુની પેસ્ટ,
- સમારેલ લીલું મરચું,
- લાલ મરચું પાવડર,
- પાવ ભાજી મસાલો,
- સ્વાદ મુજબ મીઠું.
તવા પુલાવ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક તવા પર માખણ નાખીને ગરમ કરીને પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર પાવડર મસાલો ઉમેરો અને પછી ફ્રાય કરો.
- હવે તેમાં ટામેટાં, બાફેલા બટાકા, કેપ્સીકમ અને વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે તેને હળવા હાથે મેશ કરી તેમાં લાલ મરચું,પાવભાજી મસાલો,મીઠું,કોથમરી ઉમેરીને બધું મિક્સ કરો.
- ત્યારબાદ તેમાં ભાત નાખીને બરાબર મિક્સ કરી બે મિનિટ પકાવો. તવા પુલાવ તૈયાર છે તમે તેને પ્લેટમાં કાઢીને લીલી ચટણી સાથે સર્વ કરો.