Paneer Tikka Recipe: મોટાભાગના લોકોને પનીરની આઈટમ ખાવાની પસંદ હોય છે. પનીર ટિક્કા ઘણા લોકોની ફેવરિટ ડીશ છે. તે બનાવવામાં ઘણી જ સરળ છે. તેને સરળતાથી ઘરે બનાવી શકાય છે. સ્વાદિષ્ટ વાનગી પનીર ટિક્કા સ્ટાર્ટર તરીકે સર્વ કરાય છે. પનીર ટિક્કા બનાવવા માટે પનીર, કેપ્સિકમ, લાલ અને પીળા કેપ્સિકમ, મશરૂમ્સ, ટામેટાં, ડુંગળી અને કેટલાક મસાલાની જરૂર પડે છે. જાણો તેને બનાવવાની સરળ રેસીપી.
પનીર ટિક્કા બનાવવા માટેની સામગ્રી
250 ગ્રામ પનીર
1 કેપ્સીકમ
1 લાલ કેપ્સીકમ
1 પીળા કેપ્સીકમ
1 ડુંગળી
100 ગ્રામ મશરૂમ
1 ટામેટું
1 ચમચી મિક્સ હર્બ
2 ચમચી મીઠું
1 ચમચી કાળા મરી પાવડર
5 ચમચી રિફાઈન્ડ તેલ
1 ચમચી માખણ
100 ગ્રામ ધાણાના પાન
5 ચમચી મેયોનેઝ
50 મિલી ફ્રેશ ક્રીમ
પનીર ટિક્કા બનાવવાની રીત
પહેલા બધા કેપ્સિકમને ધોયા બાદ સૂકવીને ચોરસ આકારમાં કાપી લો.
હવે મશરૂમના સ્ટેમ્પ્સને કાપી લો કાચ્ચુંપણું દૂર કરવા માટે તેને 3-4 મિનિટ માટે ગરમ પાણીમાં બ્લેન્ચ કરો.
હવે પનીરને ચોરસ આકારમાં કાપી લો.
હવે એક પેનને મધ્યમ આંચ પર રાખો.
તેમાં તેલ અને માખણ એકસાથે ગરમ કરો.
હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને ફ્રાય કરો.
હવે તેમાં હર્બ, મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરો.
5-6 મિનિટ પછી શાકભાજીને આંચ પરથી ઉતારીને તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો.
હવે શાકભાજીને ટૂથપીકમાં નાખવાનું શરૂ કરો.
હવે એક પેન લઈ તેમાં થોડું તેલ ઉમેરો.
પેનમાં બધી શાકભાજીઓથી ભરેલી ટૂથપીક નાખો.
તેને બધી બાજુથી ફ્રાય કરો.
ત્યારબાદ તેને કોથમીર અને ફુદીના સાથે સર્વ કરો.