મોમોઝ ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે. તેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે, બાળકોને તો મોમોઝ ખૂબ જ ફેવરિટ હોય છે. એવામાં બહારથી લાવવાને બદલે તમે ઘરે જ એકદમ ટેસ્ટી મોમોઝ બનાવી શકો છે. તેને બનાવવાની રેસિપી પણ એકદમ સરળ છે. આજે અમે તમને મોમોઝ બનાવવાની જે રેસિપી જણાવીશું, ચાલો જાણીએ મોમોઝ બનાવવાની રેસિપી…
સામગ્રી
- 1 કપ મેદાનો લોટ
- 1 કપ છીણેલી કોબી
- 1 કપ છીણેલું ગાજર
- 1 કપ બારીક સમારેલા કેપ્સિકમ
- 1 કપ સમારેલી ડુંગળી
- 1 ચમચી કાળા મરીનો પાવડર
- 1 આદુની પેસ્ટ
- 2 ચમચી તેલ
- સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીત
- વેજ મોમોઝ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક કપ મેદાનો લોટ લો. તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખીને પાણીની મદદથી સારી રીતે મસળી લો.
- હવે લોટને કપડામાં લપેટીને 10 મિનિટ માટે થોડો નરમ થવા માટે રાખો. આમ કરવાથી લોટ થોડો નરમ થઈ જશે.
- હવે એક કડાઈમાં એક ચમચી તેલ નાખો અને ડુંગળી થોડીક બ્રાઉન થાય એટલે તેમાં સમારેલા અને છીણેલા શાકભાજી, આદુની
- પેસ્ટ, ઉમેરો. કાળા મરી પાવડર અને મીઠું સારી રીતે મિક્સ કરો.
- શાકભાજીને ઢાંકીને થોડીવાર પકાવો, પછી આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને થોડી વાર ઠંડુ થવા દો.
- હવે લોટમાંથી એક બોલ બનાવો અને તેને પુરીના આકારમાં ફેરવો અને તેના પર સ્ટફિંગ માટે થોડું મિશ્રણ મૂકો અને તેને મોદકની જેમ ફોલ્ડ કરો.
- ત્યારબાદ તમે સ્ટીમિંગ માટે ઈડલી સ્ટેન્ડની મદદ લઈ શકો છો. આમાં તમારે મોમોઝને સ્ટીમ કરવા માટે તેને 10થી 12 મિનિટ માટે ઢાંકીને રાખવા પડશે.
- આ પછી મોમોઝને પ્લેટમાં કાઢી લો અને લાલ મરચાની ચટણી અથવા મેયોનીઝ સાથે સર્વ કરો.