Today Gujarati News (Desk)
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઘણી વાર ધમકી ભર્યા ફોન આવતા હોય છે. મહારાષ્ટ્રના મુંબઈમા BKCમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી આ ઘટનામાં ફોન કરનારા શખ્સની અટકાયત કરવામાં આવી છે આ ઘટનામાં મુંબઈ પોલીસે વિક્રમસિંહ ઝાલા નામના ટેમ્પો ચાલકની મોરબીથી અટકાયત કરી છે. વિક્રમસિંહ મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલમાં મુંબઇમાં વિક્રમસિંહની પૂછપરછ ચાલું છે કે તેણે આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું.જાણો સમગ્ર ઘટના શાળાને બોમ્બથી ઉડાવી દેેવાની ઘટનાની
મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે. આટલું કહીને ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. અંબાણી પરિવારને વારંવાર ધમકીઓ મળતી રહે છે. તેને ધ્યાનમાં રાખીને આ ફોન અંગેની માહિતી સ્કૂલે સૌથી પહેલા BKC પોલીસને જાણ કરી હતી. આ અંગે BKC પોલીસને જાણ કરી હતી. શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસે અજાણ્યા કોલર વિરુદ્ધ IPCની કલમ 505(1)(B) અને 506 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા ઉપર પ્રખ્યાત થવા અપનાવ્યો કિમીયો
ધમકી ભર્યો ફોન કરનારે કહ્યું હતું કે જો ‘હું આવું કરીશ તો પોલીસ મને પકડી લેશે, જેલમાં ધકેલી દેશે, જેના કારણે તેનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થશે જેના કારણે તેને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પૂછશે’. ધમકી ભર્યો ફોન કરનારે દાવો કર્યો હતો કે તે ગુજરાતમાં છે.