Today Gujarati News (Desk)
એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આજે કોનવોકેશન સમારો હ અને આપવાની બાકી માર્કશીટો લઈને કરાયેલા આંદોલનમાં તોડફોડ થઈ હતી મળતી વિગતો પ્રમાણે abvp ના કાર્યકરો દ્વારા આજે બપોરે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો જેના પગલે વિજિલન્સ અને સિક્યુરિટી દ્વારા વિદ્યાર્થીઓને દૂર ખસેડવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાનમાં ભારે ધક્કા મૂકી અને ઝપાઝપી પણ થઈ હતી. હેડ ઓફિસના મુખ્ય દરવાજેથી વીસીને લઈ જવા શક્ય નહોતા જેથી વીસીને વિજિલન્સની ઓફિસમાંથી માંડ માંડ હેડ ઓફિસની અંદર પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાનમાં ધક્કા મૂકી અને ગરમીના કારણે એબીપીની એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને સારવાર મળે તે માટે વિજિલન્સ અને સિક્યુરિટીની ઓફિસનો દરવાજો ખોલાવવા માટે પ્રયત્ન કરાયો હતો. જોકે દરવાજો નહીં ખોલવામાં આવતા વિદ્યાર્થીઓ રોસે ભરાયા હતા અને સિક્યુરિટી ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી એ પછી વિદ્યાર્થીનીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી આમ વીસી સામેનું આંદોલન હિંસક બન્યું હતું.