Food News: શક્કર પારા (ખારા) એક લોકપ્રિય નમકીન નાસ્તો છે જે દિવાળી, હોળી, દશેરા, વગેરે તહેવારો દરમિયાન ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે બનાવવા માટે માત્ર મેંદો, સોજી, ઘી અને મીઠું જ જોઈએ. આ રેસીપીમાં અમે બદલાવ માટે લસણ અને બેઝિલ (મીઠી તુલસી) ની પેસ્ટનો પ્રયોગ કર્યો છે. જો કે, જો તમે તેને પરંપરાગત રીતે જ બનાવવા ઈચ્છો છો તો પણ તમે આ રેસીપીની મદદથી બનાવી શકો છો. તેના માટે આ રેસીપીમાં લસણ અને બેઝિલ (મીઠી તુલસી) ની પેસ્ટને બદલે અજમો નાખોં.
સામગ્રી:
૧ કપ મેંદો
૨ ટેબલસ્પૂન રવો (સોજી)
૧/૪ ટીસ્પૂન મરીનો પાઉડર
૨ ટેબલસ્પૂન ઘી
તેલ, તળવા માટે
મીઠું
પાણી
પેસ્ટ માટે:
૭-૮ તાજા મીઠા તુલસીના પાન
૪-૫ લસણની કળી, કાપેલી
૧ લીલું મરચું, કાપેલું (વૈકલ્પિક)
તુલસીના પાન, લસણ અને લીલા મરચાંને મિકસરના એક નાના જારમાં નાખોં.
તુલસીના પાન, લસણ અને લીલા મરચાંને મિકસરના એક નાના જારમાં નાખોં.
એક કાથરોટમાં મેંદો ચાળી લો. તેમાં સોજી, મરીનો પાઉડર, ઘી, તૈયાર લસણ-તુલસી (બેઝિલ) ની પેસ્ટ અને મીઠું નાખોં.
તેને બરાબર મિક્ષ કરો.
તેમાં જરૂર પ્રમાણે પાણી નાખોં (એક સમયે ૧-ટેબલસ્પૂન જેટલું) અને કઠણ લોટ બાંધી લો (પરોઠાના લોટથી થોડો વધારે કઠણ). તેને ૧-૨ મિનિટ સુધી મસળો.
લોટને ૨-સરખા ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળ આકાર આપો. એક ભાગ લો અને તેને પાટલીની ઉપર મૂકો.
તેને વેલણથી લગભગ ૭-૮ ઇંચ વ્યાસવાળા અને ૧/૪ ઇંચ જાડા ગોળ આકારમાં વણી લો. તેની ચારે બાજુથી (ઉપર-નીચે-ડાબી-જમણી) કિનારીઓથી ચાકૂથી કાપી લો (ફોટામાં બતાવ્યુ છે એમ) અને એક ચોરસ આકાર આપો.
હવે, તેને ચાકૂ અથવા પિત્ઝા કટરથી તેને ૧ ઇંચ પહોળી પેટ્ટીમાં કાપો. તેને વચ્ચેથી બે ભાગમાં કાપો. તેની સપાટી પર ચાકૂ અથવા કાંટાથી થોડા કાણાં કરો (તેનાથી તે તળતી વખતે ફૂલશે નહીં).
એક જાડા તળિયાવાળી કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ હોય ત્યારે તેમાં ૪-૫ શક્કર પારા નાખોં અને તેને બંને બાજુથી હલ્કા ગોલ્ડન બદામી રંગના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળો. બંને બાજુથી સમાન રૂપે તળવા માટે વચ્ચે એકવાર પલટો. (જો તેલ બહુ વધારે ગરમ હોય તો તે બહારથી તરત જ ગોલ્ડન થઈ જશે પરંતુ અંદરથી કાચાં રહેશે).
તેને એક પ્લેટમાં પેપર નેપકીનની ઉપર કાઢો. બાકી વધેલા શક્કર પારા માટે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો (તેલને ફરીથી મધ્યમ ગરમ થવા દો અને તેના પછી તેમાં કાચાં શક્કર પારા તળવા માટે નાખોં). તેને રૂમના તાપમાને ઠંડા થવા દો અને એક કન્ટેનરમાં ભરો. તે ૨-અઠવાડિયા સુધી સારા રહે છે.
શક્કર પારાને ચા અથવા તમારી પસંદની મિઠાઈની સાથે પીરસો અને તેનો આનંદ લો.